ફળોમાં જેને રાજાનું બિરુદ આપવામાં આવ્યું છે તે કેરીની સીઝન ઉનાળામાં હોય છે. એપ્રિલ અને મે મહિનામાં કેરીનો સ્વાદ માણ્યા વગર કોઇ રહી શકે નહીં. પણ કળીયુગની કમાલ કહો કે ફળોના રાજાની મોજ. રાજા કહેવાયા પછી આપોઆપ સ્વતંત્રતા મળી ગઇ હોય તે રીતે વગર સિઝને પણ ફળ બેસવાની એક ઘટના દાંતીવાડા કષિ યુનિવર્સિટીમાં બની છે.
દાંતીવાડા કષિ યુનિવર્સિટી ખાતે સંશોધન નિયામકની કચેરી પાસેના રોડ સાઇડમાં આવેલા એક આંબાના વૃક્ષ ઉપર આઉટ સિઝનમાં કેરીએ દેખા દેતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ સીઝનમાં વૃક્ષને નવી કુંપળો ફુટવાનો સમય હોય છે પરંતુ આ સમયે આંબા ઉપર કેરી ભાગ્યે જ જોવા મળે છે.
આ અંગે કષિ યુનિ. ના હોર્ટીકલ્ચર વિભાગના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ જણાવ્યું હતું કે ‘આંબાની અમુક જાતોમાં બે સીઝનમાં કેરી આવતી હોય છે. પરંતુ તે જાતોમાં પણ નવેમ્બર કે ડીસેમ્બરમાં કેરી આવે છે. ખરેખર ચોમાસામાં તો કયારેય કેરી આવતી જ નથી. આ કિસ્સામાં હવામાનમાં ફેરફારને કારણે આંબા પર કેરી આવી હોવાનું શકય બની શકે છે.’
No comments:
Post a Comment