પિયરમાં ન જવા દેતાં પરિણીતાએ ડેમમાં મોતની છલાંગ લગાવી
દાંતીવાડાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા પિયર જવા દેવામાં ન આવતાં પરિણીતાએ રવિવારે સવારે દાંતીવાડા ડેમમાં કુદી પડી મોતને વ્હાલું કરતાં ચકચાર મચી જવા પામી હતી.
સદ્ધિપુર ગામની આરતીબેન કુવાચીના લગ્ન આજથી ૭ માસ અગાઉ દાંતીવાડાના વિક્રમ સાથે થયા હતા. લગ્ન બાદ આરતીએ પિયર જવા માટે અનેકવાર તેના સાસરીયાઓએ કહેવા છતાં તેને પિયરમાં જવા ન દેતાં આરતીબેન (ઉ.વ.૧૯)એ રવિવારે વહેલી સવારે દાંતીવાડા ડેમના ગેટ નં.૧૦ ઉપરથી મોતની છલાંગ મારી જીવન ટુંકાવી દીધુ હતું. આ અંગે ડેમ સાઇડના ફરજ પરના ચોકીદાર એન.જે.પરમારે જણાવ્યું હતં કે ‘આજે સવારે ૮.૦૦ વાગ્યાની આસપાસ આ મૃતક બહેન ડેમ પર અવ્યા હતા.
જેમની વર્તણુકમાં અજુગતું લાગતું હતું અને જોતજોતામાં તેઓએ ગેટ નં.૧૦ નજીક ડેમના પાળા પરથી છલાંગ લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં રામનગરના તરવૈયા ભવરસીંગ વાધેલા, અભેસીંગ વાધેલા, પ્રવીણસીંગ વાધેલા, ચુનીલાલ શંકરસીંગ વાધેલા તાબડતોડ ડેમ પર પહોંચી ગયા હતા અને ડેમમાં આરતીબેનની શોધખોળ શરૂ કરી હતી.
જે દરમિયાન ડેમમાંથી આરતીબેન મૃત હાલતમાં મળી આવતાં તેમની લાશને ડેમમાંથી ૯.૩૦ કલાકે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ મતક મહિલાની લાશનું જેગોલ પી.એચ.સી. ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગેની ફરીયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશને નોંધાતા પી.એસ.આઇ. એન.ડી.ચૌધરી આગળની તપાસ ચલાવી રહ્યા છે.
No comments:
Post a Comment