દાંતીવાડા તાલુકાના ખાલી પડેલ ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યોની ચુંટણી આગામી તા.૧૯-૧૦-૦૮ના રોજ યોજાનાર છે. ચુંટણી ઇરછુક ઉમેદવારોના ફોર્મ ચકાસણી અને પાછા ખેંચવાની મુદત વિત્યા બાદ ચુંટણીના લાડુ ખાનારાઓની લાંબી લાઇન લાગી છે.
પાંચ ગામોની ચુંટણી અંગેની વિગતો આપતાં નાયબ મામલતદાર અમૃતભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ‘કુરીયાવાડા ગ્રામ પંચાયત સમરસ બની છે. સમરસ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મીયાણી અણદાભાઇ નગાભાઇ અને સાત સભ્યોમાં ચૌહાણ દવાભાઇ ચતુરભાઇ, ઢગોલ ગણેશભાઇ પ્રભુભાઇ, ચુનીબેન અમરાભાઇ પ્રજાપતિ, લુણવાતર લખમીબેન હેમાભાઇ, બોડાણા નરસાભાઇ આશાભાઇ, મીયાંણી મોહનભાઇ ધુડાભાઇ અનેે ઉગમાતર પોપટભાઇ વાલાભાઇ ના સમાવેશ થાય છે. જયારે અન્ય ચાર ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો ચુંટણી મેદાનમાં છે.
વેળાવાસ ગામની એક વોર્ડની સભ્યોની ચુંટણીમાં ઇશ્વરજી કાળુજી મારવાડીયા અને નારણભાઇ કરશનભાઇ રબારી આમને સામને છે. જયારે શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચની ચુંટણીમાં ત્રિપાખીયો જંગ ખેલાશે જેમાં નટવરભાઇ નાનજીભાઇ ડાયાણી, પરથીભાઇ રાજાભાઇ પાંત્રોડ અને હરીભાઇ રૂડાભાઇ પટેલે ઉમેદવારી નોંધાવેલ છે. જયારે ચાર વોર્ડની પણ ચુંટણી યોજાશે.
ઓઢવા ગામની સરપંચની ચુંટણીમાં પણ ત્રિપાખીયો જંગ છેડાયો છે જેમાં રૂપસિંહ હકજી સોલંકી, વજાજી વાઘાજી માળી, વિરજીભાઇ પ્રેમજીભાઇ ભૂતડીયાનો સમાવેશ થાય છે. આ સિવાય ત્રણ વોર્ડની ચૂંટણી યોજાશે.
ભીલાયલ ગામની સરપંચની ચુંટણીમાં ચાર પાંખીયો જંગ ખેલવા માટે અસતાબેન વિરસંગદીપા, બસુબા હરીસીગ વાધેલા, શણગારબા ભમરસિંહ દેવલ, સીતાબેન સુજાભાઇ મકવાણા મેદાનમાં ઉતર્યા છે. જયારે અહીં એક વોર્ડની સભ્યની ચુંટણી યોજાશે.
No comments:
Post a Comment