Wednesday, July 8, 2009

મડાણાનો શિવો અને મંગુ : એક દૂજે કે લિયે

મડાણાનો શિવો અને મંગુ : એક દૂજે કે લિયે

પુત્રના વિયોગમાં પત્નીએ માનસિક સંતુલન ગુમાવ્યું અને પોતાનું ઘરબાર છોડી હાઇ-વે પર છેલ્લા દશ વર્ષથી ચાલતી પત્નીની પાછળ તેના પડછાયાની જેમ તેની પાછળ તેનો પતિ પણ સતત ચાલ્યા જ કરે છે. આમ, પતિની પત્ની ભકિત જોઇ સૌ કોઇ આ બન્નેની જોડીને એક દૂજે કે લિયે સર્જાયા હોય તેમ માની રહ્યા છે.

મૂળ મડાણા ગામનું આ રાવળ દંપતી છેલ્લા દસ વર્ષથી આ માર્ગ ઉપર સતત આંટા-ફેરા લગાવતું રહે છે. મગજથી અસ્થિર જણાતા મંગુબહેન રાવળની પાછળ-પાછળ તેમના પતિ શિવાભાઇને પણ રઝળપાટ કરવો પડે છે. આ મહિલાની ચિથરેહાલ સ્થિતિમાંની કહાની કાંઇક આવી છે. મડાણા ગામમાં પતિ-પત્ની બન્નેે પોતાના મકાનમાં રહેતા હતા. દામ્પત્ય જીવન દરમિયાન મંગુબહેનને એક પુત્ર અવતર્યોહતો. પરંતુ તેનું થોડા સમયમાં જ મૃત્યુ થયું હતું. ત્યારે પુત્રનો વિયોગ માતાના કાળજાને ભારે આઘાત આપી ગયો હતો અને મંગુબહેન સુનમુન રહેતા છેવટે તેની અસર મગજ ઉપર થઇ અને બસ ઘર છોડી દીધું.

મંગુબહેનના પગલે શિવાભાઇ પણ મંગુબહેન જયાં-જયાં જાય ત્યાં શિવાભાઇ પડછાયો બની પાછળ ફરતા હતા. બીજી તરફ ઘરની દુર્દશા થઇ ગઇ અને મંગુબહેને ચંડીસરથી દાંતીવાડાનો હાઇ-વે ખૂંદવો શરૂ કર્યો. આજકાલ કરતાં છેલ્લા દસ વર્ષથી મંગુ આગળ અને તેની ચિંતા કરતો શિવો પાછળ-પાછળ ફરી રહ્યો છે. હવે શિવાના તો પગ પણ કામ કરતા નથી સતત ચાલવાથી પગ પણ કયાંક કયાંક પાકી ગયા છે.

પાટાપિંડી કરીને પણ મંગુબહેનની ખબર રાખતા શિવાભાઇ સવારથી સાંજ સુધી પત્નીના પગલે ચાલી રહ્યા છે. મડાણાના પીકઅપ સ્ટેન્ડમાં ઘરની તમામ ઘરવખરીના પોટકાં બાંધેલા છે. શિવાભાઇ કહે છે શ્નશ્નમંગુનું મારા સિવાય છે પણ કોણ ? કયારેક મંગુ રિસાઇ જતી રહે છે ત્યારે તેને શોધવા પણ ભાગવું પડે છે’’ મડાણાના બસ સ્ટેન્ડનું પીક અપ સ્ટેન્ડ રાવળ દંપતીનો મુકામ બન્યું છે. કૃષિ યુનિવર્સિટીની બસમાં અપડાઉન કરતાં કેટલાક નોકરિયાત આ દંપતીને તેમના ટિફિનમાંથી જમવાનું આપતા હોય છે.

પાંથાવાડા શાળાના આચાર્ય જે.એ. ભટ્ટ કહે છે શ્નશ્નછેલ્લા સાત વર્ષથી આ દંપતીને હું રોજ જૉઉં છું, હાઇ-વે ઉપરની આ શ્નજીવતી વાર્તા’ છે.’ પત્નીને સાચવવામાં વર્ષોથી હાઇ-વે ઉપર રઝળપાટ કરી દિવસો વીતાવતા અને શ્નએક દૂઝે કે લિયે’ બનેલા શિવો અને મંગુ આજે પણ તમને આ માર્ગે નીકળો તો જૉવા મળે છે.

No comments:

Post a Comment