દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓ આંદોલનના માર્ગે
સરદાર કષિનગર દાંતીવાડા કૃષિ યુનિ.ની વેટરનરી કોલેજના છાત્રોએ વેટરનરી સંશોધન સંસ્થાની માગણીને ચાલુ રાખી આજે શૈક્ષણિક કાર્ય બંધ કરી રેલી યોજી અને આવેદનપત્ર આપ્યું હતું.
છેલ્લા કેટલાય સમયથી ભારતની તમામ વેટરનરી કોલેજના વિધાર્થીઓ વેટરનરી સંશોધન સંસ્થા સ્થાપવા માટે જુદાજુદા પ્રકારે આંદોલન ચલાવી રહ્યા છે. જેમાં આજરોજ ઓલ ઇન્ડિયા વેટરનરી સ્ટુડન્ટ એસોસિયેશનના નેજાહેઠળ ગુજરાતની આણંદ અને દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓએ આઇ.સી.વી.આર. સ્થાપવાની માગ સાથે આજે એક દિવસ માટે કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ કર્યું હતું.
દાંતીવાડા વેટરનરી કોલેજના વિધાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી યુનિ. ના વિધાર્થી કલ્યાણ પ્રવતીના નિયામક ડૉ. વીરસિંગને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે દાંતીવાડા વેટરનરી કોલેજના જનરલ સેક્રેટરી નિખિલ પટેલે જણાવ્યું હતું કે, આ આંદોલન ઇઝ્ઝતનગર વેટરનરી કોલેજથી શરૂ થયું છે.
જે પાંચ દિવસથી ઉપવાસ પર બેઠેલા બે વિધાર્થીઓની તબિયત ગઇકાલે લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તે છતાં પણ કેન્દ્ર સરકાર આ બાબતે કોઇ જ નિર્ણય લેતી નથી.
માટે આજે ઓલ ઇન્ડિયા વેટરનરી સ્ટુડન્ટ એસોસિયેશનના આદેશથી અમે આજે હડતાલ પાડી છે. અને જો આગામી સમય સુધી કેન્દ્ર સરકાર આ અંગે કંઇ જ નિર્ણય નહીં લે તો ભારતની બધી જ વેટરનરી કોલેજના વિધાર્થીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જવાના છે.
No comments:
Post a Comment