ગુંદરી હાઈવે રકતરંજિત બન્યો : છનાં મોત
દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક હાઇવે પર ગુરુવારે સવારે જીપ અને ટ્રક વરચે સજાર્યલા ગમખ્વાર અકસ્માતમાં છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજયા હતા. જયારે એકને ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને છૂટા પાડવા જે.સી.બી. મશીનોની મદદ લેવી પડી હતી.
આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ફરાર થઇ ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાંથાવાડા પોલીસ મથકના પી.એસ.ઓ. બાબુલાલે જણાવ્યું હતું કે ‘દાંતીવાડા તાલુકાના ગુંદરી ચેકપોસ્ટ નજીક રાજસ્થાન જતાં હાઇવે પર ગુરુવારે સવારના સુમારે પાંથાવાડાથી મુસાફરો ભરી જીપ નં. આરજે-૨૪-ટી-૧૧૯૬ રાજસ્થાન તરફ જઇ રહી હતી.
ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રક નં. એચઆર-૫૫-૨૪૨૪ ધડાકાભેર જીપ સાથે અથડાતાં ગુંદરી હાઇવે રકતરંજિત બની ગયો હતો અને જીપમાં બેઠેલા છ મુસાફરોની મરણચીસોથી વાતાવરણમાં કરુુણતા છવાઇ ગઇ હતી. દુઘટર્નાને પગલે આજુબાજુમાંથી દોડી આવેલા લોકો તેમજ આરટીઓ ચેકપોસ્ટના કર્મીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.
જૉ કે, ફૂરચા ઉડી ગયેલી જીપ અને ટ્રક સામસામે ભીડાઇ ગયા હોવાથી બે જે.સી.બી. મશીનો દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનો છૂટા કરાયા હતા અને વાહનોમાં ફસાયેલા કમનશીબ મૃતકોના એક પછી એક મૃતદેહોને બહાર નીકાળવામાં આવ્યા ત્યારે વાતાવરણ ભારેખમ બની ગયું હતું. જયારે એક ઇજાગ્રસ્ત મુસાફરને ૧૦૮ મોબાઇલવાન દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતને પગલે જિલ્લા પોલીસવડા ડી.એન. પટેલ, પી.એસ.આઇ. ડી.એમ. ચૌહાણ, જયારે ડી.વાય.એસ.પી. બી.બી. પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મૃતકોના સ્વજનોને સાંત્વના આપી હતી. જયારે છ મૃતકોની લાશનું પાંથાવાડા પી.એચ.સી. ના ડૉ. એસ.આર. યાદવે પોસ્ટમોર્ટમ કરીને વાલી વારસોને લાશ સોંપી હતી.
આ અંગે મૃતકોના વાલીવારસોએ જણાવ્યું હતું કે ‘આ ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો સામાન્ય સ્થિતિના હોવાથી સરકારી સહાય મળવી જૉઇએ.’ આ અંગે સમશેરખાન હાજીનુરમહંમદ મુસલમાન (રહે. મન્ડાર, રાજસ્થાન)એ પાંથાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી પી.એસ.આઇ. ડી.એન. ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
No comments:
Post a Comment