શિયાળામાં શકિતવર્ધક વસાણાની ભારે માંગ રહે છે ત્યારે દાંતીવાડા કષિ યુનિ. દ્વારા આમળાના લાડુ બનાવી તંદુરસ્તીની સાથે સાથે આમળાના ખેડૂતો માટે નવા પ્રકારના ગૃહઉધોગનો માર્ગ સૂચવી ખેડૂતોને કમાણી કરવાની દિશા બતાવી છે.
ગુજરાતનો સમજુ ખેડૂત વર્ગ ચીલા ચાલુ ખેતી છોડીને અવનવી ખેતી કરવા આકર્ષાયો છે અને નવીન ખેતીના કારણે ખેડૂત વર્ગ આર્થિક રીતે દિવસે-દિવસે સદ્ધર થઇ રહ્યો છે. આજ રીતે ગુજરાતના ખેડૂતો આમળાની ખેતી તરફ આકર્ષાયા બાદ આમળાના ઉત્પાદનનો યોગ્ય ભાવ ન મળવાથી ચિંતામાં પડી ગયા હતા.
પરંતુ આવા ખેડૂતો માટે આનંદના સમાચાર છે કે દાંતીવાડા કષિ યુનિવર્સિટીના કષિ મહાવિધાલયના હોર્ટીકલ્ચર વિભાગના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ આ બાબતે ચિંતન કરીને આમળાના આયુર્વેદિક લાડુ ગુજરાતને ભેટ આપવાની ઇરછા શકિત દર્શાવી હતી. આ કામમાં આજ વિભાગના ખેતીવાડી મદદનીશ ડાહ્યાભાઇ એમ.પટેલ અને અન્ય સ્ટાફના સહયોગથી આ કાર્યને પાર ઉતારી હાલમાં આ વિભાગમાં આમળાના લાડુ ૮૦ રૂપિયે કીલોના ભાવે વેચાણમાં મુકેલ છે.
વિભાગ દ્વારા ઉત્પાદીત લાડુ ખરીદવા માટે લાઇનો લાગે છે પરંતુ સ્ટાફના અભાવે ઓર્ડરને પહોંચી વળવું શકય ન હોવાનું વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આ લાડુ હજુ પ્રચલીત નથી પરંતુ એકવાર આ લાડુનો ટેસ્ટ કર્યા પછી ગ્રાહકોની માંગ વધુ પ્રમાણમાં આવે છે. આ સંજોગોમાં ગૃહ ઉધોગ માટે પણ આ ઉત્તમ માર્ગ છે અને આમળાની ખેતી કરતાં ખેડૂતો પણ જો પોતાને ત્યાં આ લાડુ બનાવી બજારમાં પહોંચાડે તો ખેડૂતને સારી કમાણી કરી આપતો આ માર્ગ ખેડૂતોએ અપનાવવાની સલાહ કષિ યુનિ. દ્વારા અપાઇ છે.
આમળાના લાડુ આરોગવાથી થતાં ફાયદા
કષિ યુનિ. ના પ્રાઘ્યાપક ડૉ. એલ.આર. વર્માએ જણાવ્યું હતું કે, ‘આ લાડુ સંપૂર્ણ આયુર્વેદિક છે અને આ લાડુમાં આર્યન, ફોસ્ફરસ વધુ મળવાથી આરોગ્ય માટે ઉત્તમ છે. જયારે લોહ તત્વની ઉણપ હોય તેવાઓ માટે તો આ લાડુ અક્ષીર છે.
very Good !! https://homyopethic.blogspot.com
ReplyDelete