Wednesday, July 8, 2009

કૃષિ યુનિ.માં કોર્ષ મુદ્દે વિધાર્થીઓનો હંગામો

કૃષિ યુનિ.માં કોર્ષ મુદ્દે વિધાર્થીઓનો હંગામો

દોઢ કલાક સુધી કૃષિ યુનિ.ના દૂધનું ટ્રેકટર રોકી રાખતાં અફડા-તફડી મચી: વિધાર્થીઓએ ટૂંકાગાળાના કોર્ષ બંધ કરવાના મામલે હડતાળ પાડી :માંગણી નહીં સંતોષેતો વધુ જલદ આંદોલન કરીશું:કોલેજ ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી

university.jpgદાંતીવાડા કૃષિ યુનિ. માં આવેલી વેટરનરી કોલેજના વિધાર્થીઓએ ટૂંકાગાળાના કોર્ષ બંધ કરવાના મુદ્દે પોતાની માંગણી ન સંતોષાતા વિધાર્થીઓ સોમવારની સાંજથી હડતાલ પર ઉતરી જઇ દૂધ લઇ જતાં ટ્રેકટરને રોકતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વેટરનરી કોલેજમાં ગયા વર્ષથી કત્રિમ બીજદાન પદ્ધતિ જેવા ટૂંકાગાળાના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે.

આ પ્રકારના અન્ય વિષયના ટૂંકાગાળાના કોર્ષ બંધ કરાવવા માટે વિધાર્થી છેલ્લા ઘણા સમયથી પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ યુનિ. દ્વારા વિધાર્થીઓની માંગણી ન સંતોષાતા સોમવારની સાંજથી હડતાલ પર ઉતરી ગયા હતા. જેમાં વેટરનરી કોલેજના વિધાર્થીઓએ કૃષિ યુનિ. ના વસાહતમાં રહેતા કર્મચારીઓને દૂધ પુરૂ પાડતાં ટેન્કરને વેટરનરી હોસ્ટેલ પાસેના રસ્તા વચ્ચે રોકી દેવામાં આવ્યું હતું.

જેનાથી દૂધ ખૂબ સમય રાહ જોવા છતાં પણ ન આવતા અને હડતાલની ખબર પડતા લોકોના અને તેમાં ખાસ કરીને ગૃહિણીઓના ટોળાં વેટરનરી હોસ્ટેલ તરફ આવ્યા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ વેટરનરી કોલેજના આચાર્ય ડો. વી.પી. વડોદરીયાને થતાં તેઓ અને પ્રોફેસર ડો. એમ.સી. દેસાઇ તાબડતોબ વેટરનરી હોસ્ટેલ પહોંરયા હતા અને વિધાર્થીઓને સમજાવતા આખરે દોઢ કલાક બાદ દૂધનું ટેન્કર ત્યાંથી રવાના થયું હતું. આ સમગ્ર ઘટનાને લઇને કેમ્પસમાં અફડા-તફડી મચી જવા પામી હતી.

આ અંગે વેટરનરી કોલેજના ઇન્ચાર્જ જનરલ સેક્રેટરી વૈભવસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, ‘યુનિ. ના સત્તાધીશો અમારી માંગણી નહીં સંતોષેતો અમો આનાથી પણ વધુ જલદ આંદોલન કરીશું.’

No comments:

Post a Comment