Wednesday, January 6, 2010

ડાંગિયામાં આમિરખાનની અલપઝલપ...

દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ૧૭ ડિસેમ્બરની સવારે આમિરખાનની અચાનક એન્ટ્રી થતાં શૌક્ષણિક સ્ટાફ અને વિધ્યાર્થીઓમાં કૂતુહલ સર્જાયું હતું. જયારે બોલીવુડના આ હિરો શાળામાંથી વિદાય લેતાં પૂર્વે શિક્ષક અને પટાવાળાને એકે લખેલી સોનાની વીંટી તેમજ શાળાને બેટ,બોલ અને ફુટબોલ ભેટ આપ્યા હતા.



છાત્રોનો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

રાજય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતબિંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ચાઇનીઝ દોરીથી થતાં નુકસાન અંગે લોકોને માહિતગાર કરવા માટે થઇને સંકલ્પ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સરદાર કૃષિ નગર વિધ્યાલય ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય શામળભાઇ અટોસે વિધ્યાર્થીઓને ચાઇનીઝ દોરીની ભયાનકતા સમજાવી હતી.

આ પ્રસંગે શાળાના શિક્ષક હરપાલસિંહ પિઢયારે પણ ચાઇનીઝ દોરી ન વાપરવા આહ્વાન કરતાં શાળાના ૧૧૫૧ બાળકો અને ૩૦ થી વધુ શિક્ષકોએ પોતાના જીવનમાં ચાઇનીઝ દોરી ન વાપરવાના અને અન્ય ને પણ ન વાપરવા માટેની સલાહ આપવાનો સંકલ્પ લીધો હતો. તેમજ ગુજરાતમાં પ્રતબિંધ હોવાથી જે લોકો તેનો વેપાર કરશે તેની જાણ તંત્રને કરવાનું નક્કી કર્યું હતું.

No comments:

Post a Comment