Sunday, January 10, 2010

૧.૧૮ લાખનો ખાંડ - અનાજનો જથ્થો જપ્ત

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં શનિવારે બપોરે પુરવઠા તંત્રની ટીમ દ્વારા ઓચિંતા દરોડા પાડી કરિયાણાની દુકાન તેમજ ગંજબજારમાં આવેલી એક પેઢીમાંથી સંગ્રહિત કરેલો ખાંડ તેમજ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવતાં વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા અલગ-અલગ ટીમ બનાવી ખાંડ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરતાં વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટર આર.જે. પટેલની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારી ભરતસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પુરવઠા ઇન્સ્પેકટર ભીખાભાઇ પટેલ, મણીભાઇ પરમાર અને એન.સી. રાજગોરે સ્ટાફ સાથે શનિવારે પાંથાવાડા મેઇન બજારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં ઓચિંતી તપાસ કરી ત્યાંથી ખાંડ, મગદાળ અને તેલ મળી કુલ રૂ. ૭૪,૯૦૦ નો મુદ્દામાલ જ’ કર્યો હતો. આ ઉપરાંત ગંજબજારમાં આવેલી એક પેઢીમાંથી રૂ. ૪૩,૭૨૫ ની કિંમતના ૧૧ બોરી તલ જપ્ત કયૉ હતા અને બંને કેસમાં કુલ ૧,૧૮,૬૨૫ નો મુદ્દામાલ જ’ કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

No comments:

Post a Comment