ભાસ્કર ન્યૂઝ.દાંતીવાડા
મોેંઘવારીમાં જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ વધારાની સાથે-સાથે આ વર્ષે મોંધવારીએ પતંગને પણ બાકાત રાખી નથી. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગ બજાર પુરજોશમાં ખીલી ઉઠ્યુ છે. પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે પતંગો મોંેઘી બનતા પતંગ બજારોમાં લોકોની ભીડ ઓછી જોવા મળી છે.
પતંગોના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ ભારેખમ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં પતંગના ચાલી રહેલા ભાવો તરફ નજર કરીએ તો ગયા વર્ષ કરતા ૧૦૦ નંગ પતંગના ભાવમાં રપથી ૩૦ રૂપિયાનો અને દોરીની ફીરકીમાં ર૦થી૪૦ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે જાણકારોના જણાવ્યા મુજબ પતંગ ઉધ્યોગને મોંઘવારીની સાથે-સાથે થયેલી કોલકત્તામાં અતિવૃિષ્ટના પગલે પતંગનો મોંઘી બની છે. કારણ કે પતંગ બનાવવા માટે મુખ્ય એવી વાંસની કમાન મોટા ભાગે કોલકતામાંથી આવે છે. તેમજ કોલકત્તામાં મજુરી પણ સામાન્ય રીતે સસ્તી હોવાથી પતંગો માટેનું રો-મટેરીયલ કમાન કોલકત્તાથીજ સમગ્ર દેશમાં જાય છે.જો કે ગયા વર્ષે કોલકત્તામાં આવેલા પુરના કારણે મોટા ભાગના વાંસના વૃક્ષો નાશ પામ્યા હતા. જેના કારણે વાંસની કમાનોની ભારે ઘટ ઉભી થઇ છે. જેથી પહેલાં ૧૮૦ રૂપિયામાં ૧૦૦૦ માં મળતી કમાન જે આજે ૩૫૦ રૂપિયામાં મળે છે. વર્ષે પતંગોની સાથે-સાથે હજારવાર દોરીમાં પ રૂપિયાનો વધારો થયો છે. તેમજ દોરીને ઘસવા માટેની મજુરીમાં પણ પથી ૧૦ રૂપિયાનો વધારો થયો છે. દાંતીવાડા ખાતે આવેલા અમદાવાદના પતંગના કારીગર ફારૂકભાઇ પતંગવાલાાએ જણાવ્યું હતું કે ‘આ વર્ષે કોલકત્તાથી ૫૦ થી ૬૦ ટકા માલ દર વર્ષે કરતા ઓછા મંગાવ્યો છે. કેમકે કાગળ અને કામલીના ભાવ વધતા માલ ન વેચાવાની આશંકાને કારણે પતંગો પણ ઓછા બનાવાયા છે. ગયા વર્ષે અને ત્રણ ભાઇઓના કુટુંબે ભેગા મળીને મોટી સંખ્યામાં પતંગો બનાવ્યા હતા. જયારે આ વર્ષે તેના પર ૨૫ ટકા નો કાપ મુકયો હતો.
પતંગોમાં કેટલો ભાવ વધારો : પ્રતિ ૧૦૦ નંગ
ગતવર્ષે (રૂ.) આ વર્ષે (રૂ.)
સામાન્ય પતંગ ૧૭૦ ૨૫૦
મેટલ પતંગ ૩૫થી૨૫૦ ૪૦થી૪૦૦
મોટા પતંગ ૧૦૦થી ૩૦૦ ૨૨૦થી ૪૦૦
સાદા પ્લાસ્ટિક પતંગ ૭૫ ૮૦
પ્રીન્ટ પ્લાસ્ટિક પતંગ ૧૬૦ ૨૨૦
ફેન્સી પતંગ ૧૩૦ ૧૭૫
Sunday, January 10, 2010
પતંગના ભાવમાં તોતિંગ વધારો
ભાસ્કર ન્યૂઝ.દાંતી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment