Tuesday, January 19, 2010

દાંતીવાડા વેટરનરી કોલેજમાં રાિષ્ટ્રય સેમિનાર યોજાયો

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા ખાતે આવેલી ગુજરાત રાજયની બીજા ક્રમાંકની વેટરનરી કોલેજના ર૯મા સ્થાપના દિનની ઉજવણી સોમવારે કરાઇ હતી. જેમાં પશુઓમાં થતાં જનીન રોગો તથા દવાની આડ અસર વિષય પર રાિષ્ટ્રય સેમિનાર યોજાયો હતો. આ ઉપરાંત વેટરનરી પૂર્વવિધ્યાર્થી મંડળનું સંમેલન યોજાયું હતું. જેમાં ૪૦૦ થી વધુ પશુઓના ડોકટર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પશુપાલન નિયામક, ડો. કાછીયા પટેલ, ડો.એમ. શીંગાટગેરી, કુલપતી ડો.આર.સી.મહેશ્ર્વરી, કુલ સચિવ ડો.એચ.એન.ખેર, નિયામક વિધ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ ડો.વિરસીંગ રાઠોર સહિત વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી ગુજરાતની બીજા ક્રમાંકની દાંતીવાડા વેટરનરી કોલેજે દેશને ૯૦૦ જેટલા પશુઓના ડોકટર આપ્યા છે. જેમાં ૨૦૦૯ સુધીમાં સ્નાતક કક્ષાના ૭૧૯, અનુ સ્નાતક કક્ષાના ૨૦૮ અને પી.એચ.ડીના ૭ જેટલા પશુ ડોકટર આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



ચેપી ગર્ભપાતનો ચેકઅપ કેમ્પ યોજાયો

દાંતીવાડામાં સોમવારે પૂર્વ વિધ્યાર્થીઓનું ચેપી ગર્ભપાતના ચેપનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં પશુઓના ડોકટરોને પશુઓમાં થતા ચેપી ગર્ભપાત (ભુસેલોસીસ) ની સારવાર દરમિયાન ઘણીવાર આ રોગના લક્ષણો ડોકટરોને પણ લાગી જતા હોય છે. જેમાં ડોકટરોને તાવ, માથુ દુ:ખવું, પગ દુ:ખવાની તકલીફ થાય છે. તેમજ તેની સમયસર સારવાર ન કરાવતા પુરૂષમાં નપુસંક થવાની તથા સ્ત્રીમાં ગર્ભપાત થવાનીચ સંભાવના રહે છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.



સ્થાપના દિનની ઊજવણી

દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે સોમવારે વેટરનરી કોલેજના ૨૯મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાિષ્ટ્રય સેમિનાર યોજાયો હતો.
-પ્રશાંત જોષી

Monday, January 18, 2010

દાંતીવાડામાં વિવિધ યોજનામાં ફોર્મ ભરવા લોકો ઊમટયાં

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકામાં કલેકટર દ્વારા ૧૨ ગામોના ગામતળ મંજુર કરાયા બાદ,આ જમીનમાં પોતાના આવાસ બનાવવા માટે થઇને ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયતમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

દાંતીવાડા તાલુકામાં રહેતા અંદાજે ર૦૦૦ લોકોને આવાસના તથા અન્ય લાભ આપવા માટે તાલુકા પંચાયત દ્વારા લાભાર્થીઓને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ અંગે તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે‘ કેન્દ્ર સરકારની અને રાજય સરકારની વિવિધ ૮૯ જેટલી યોજનાઓ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રર૧૪૪ ફોર્મનું વિતરણ કરાયું છે. અને ૧૨૬૭૯ ફોર્મ પરત મળી ગયા છે. સૌથી વધુ ૩૯૨૮ જેટલા ફોર્મ કિસાન ક્રેડીટ યોજનામાં ભરાયા છે.

લાભ લેવા કતાર

દાંતીવાડા તાલુકામાં વિવિધ યોજના માટે લાભાર્થીઓ ફોર્મ ભરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
-પ્રશાંત જોષી

Sunday, January 10, 2010

૧.૧૮ લાખનો ખાંડ - અનાજનો જથ્થો જપ્ત

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં શનિવારે બપોરે પુરવઠા તંત્રની ટીમ દ્વારા ઓચિંતા દરોડા પાડી કરિયાણાની દુકાન તેમજ ગંજબજારમાં આવેલી એક પેઢીમાંથી સંગ્રહિત કરેલો ખાંડ તેમજ અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવતાં વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા તંત્ર દ્વારા અલગ-અલગ ટીમ બનાવી ખાંડ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરતાં વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટર આર.જે. પટેલની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારી ભરતસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પુરવઠા ઇન્સ્પેકટર ભીખાભાઇ પટેલ, મણીભાઇ પરમાર અને એન.સી. રાજગોરે સ્ટાફ સાથે શનિવારે પાંથાવાડા મેઇન બજારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં ઓચિંતી તપાસ કરી ત્યાંથી ખાંડ, મગદાળ અને તેલ મળી કુલ રૂ. ૭૪,૯૦૦ નો મુદ્દામાલ જ’ કર્યો હતો. આ ઉપરાંત ગંજબજારમાં આવેલી એક પેઢીમાંથી રૂ. ૪૩,૭૨૫ ની કિંમતના ૧૧ બોરી તલ જપ્ત કયૉ હતા અને બંને કેસમાં કુલ ૧,૧૮,૬૨૫ નો મુદ્દામાલ જ’ કરી વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાંતીવાડાના ઘરવહિોણા લોકોને પ્લોટ મળશે

ભાસ્કર ન્યૂઝ.દાંતીવાડા

દાંતીવાડા તાલુકામાં ૨૦૦૦ જેટલા લોકો ઘર વહિોણા હોવાના અહેવાલો બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા ૧૪ ગામતળ મંજુર કરી પ્લોટ આપવાની કાર્યવાહી હાથ ધરાતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

તાલુકામાં ૨૦૦૦ જેટલા લોકો ઘર વહિોણા હોવા અંગેનો અહેવાલ તાજેતરમાં ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રસિદ્ધ થયો હતો. જેના પગલે તંત્ર દ્વારા ગામતળ મંજુર કરવામાં આવ્યા છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના ગોઢ, વાઘરોલ, ઝાત, ધનીયાવાડા, ભાંડોત્રા, ગાંગુદરા, ડાંગીયા, સાતસણ, ગાંગુવાડા, દાંતીવાડા, ઉત્તમપુરા, વાઘોર, લોડપા અને પાંથાવાડાના ઘર વહિોણા લોકોને ઇિન્દરા આવાસ, સરદાર આવાસ, આંબેડકર આવાસ યોજના થકી આવાસ મળશે. જો કે તાલુકા પંચાયત દ્વારા કુલ ૨૬ ગામોની મંજુરી માંગી હતી પરંતુ, કેટલાક ગામોમાં વન વિભાગ અને ગ્રામ પંચાયત વચ્ચે જમીનના મુદ્દે આંટાઘુંટી સર્જાતા અન્ય ૧૨ ગામોની મંજુરી મળી નહતી. દરમિયાન ૧૨ ગામોમાં પણ સત્વરે ગામતળ મંજુર કરવામાં આવશે.’

પતંગના ભાવમાં તોતિંગ વધારો


ભાસ્કર ન્યૂઝ.દાંતી

ભાસ્કર ન્યૂઝ.દાંતીવાડા

મોેંઘવારીમાં જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ વધારાની સાથે-સાથે આ વર્ષે મોંધવારીએ પતંગને પણ બાકાત રાખી નથી. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગ બજાર પુરજોશમાં ખીલી ઉઠ્યુ છે. પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે પતંગો મોંેઘી બનતા પતંગ બજારોમાં લોકોની ભીડ ઓછી જોવા મળી છે.

પતંગોના ભાવમાં ગયા વર્ષની સરખામણીએ ભારેખમ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં પતંગના ચાલી રહેલા ભાવો તરફ નજર કરીએ તો ગયા વર્ષ કરતા ૧૦૦ નંગ પતંગના ભાવમાં રપથી ૩૦ રૂપિયાનો અને દોરીની ફીરકીમાં ર૦થી૪૦ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. જો કે જાણકારોના જણાવ્યા મુજબ પતંગ ઉધ્યોગને મોંઘવારીની સાથે-સાથે થયેલી કોલકત્તામાં અતિવૃિષ્ટના પગલે પતંગનો મોંઘી બની છે. કારણ કે પતંગ બનાવવા માટે મુખ્ય એવી વાંસની કમાન મોટા ભાગે કોલકતામાંથી આવે છે. તેમજ કોલકત્તામાં મજુરી પણ સામાન્ય રીતે સસ્તી હોવાથી પતંગો માટેનું રો-મટેરીયલ કમાન કોલકત્તાથીજ સમગ્ર દેશમાં જાય છે.જો કે ગયા વર્ષે કોલકત્તામાં આવેલા પુરના કારણે મોટા ભાગના વાંસના વૃક્ષો નાશ પામ્યા હતા. જેના કારણે વાંસની કમાનોની ભારે ઘટ ઉભી થઇ છે. જેથી પહેલાં ૧૮૦ રૂપિયામાં ૧૦૦૦ માં મળતી કમાન જે આજે ૩૫૦ રૂપિયામાં મળે છે. વર્ષે પતંગોની સાથે-સાથે હજારવાર દોરીમાં પ રૂપિયાનો વધારો થયો છે. તેમજ દોરીને ઘસવા માટેની મજુરીમાં પણ પથી ૧૦ રૂપિયાનો વધારો થયો છે. દાંતીવાડા ખાતે આવેલા અમદાવાદના પતંગના કારીગર ફારૂકભાઇ પતંગવાલાાએ જણાવ્યું હતું કે ‘આ વર્ષે કોલકત્તાથી ૫૦ થી ૬૦ ટકા માલ દર વર્ષે કરતા ઓછા મંગાવ્યો છે. કેમકે કાગળ અને કામલીના ભાવ વધતા માલ ન વેચાવાની આશંકાને કારણે પતંગો પણ ઓછા બનાવાયા છે. ગયા વર્ષે અને ત્રણ ભાઇઓના કુટુંબે ભેગા મળીને મોટી સંખ્યામાં પતંગો બનાવ્યા હતા. જયારે આ વર્ષે તેના પર ૨૫ ટકા નો કાપ મુકયો હતો.



પતંગોમાં કેટલો ભાવ વધારો : પ્રતિ ૧૦૦ નંગ

ગતવર્ષે (રૂ.) આ વર્ષે (રૂ.)

સામાન્ય પતંગ ૧૭૦ ૨૫૦

મેટલ પતંગ ૩૫થી૨૫૦ ૪૦થી૪૦૦

મોટા પતંગ ૧૦૦થી ૩૦૦ ૨૨૦થી ૪૦૦

સાદા પ્લાસ્ટિક પતંગ ૭૫ ૮૦

પ્રીન્ટ પ્લાસ્ટિક પતંગ ૧૬૦ ૨૨૦

ફેન્સી પતંગ ૧૩૦ ૧૭૫

ગૌ ગ્રામયાત્રાના સ્વાગતની તૈયારી

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેથી પ્રારંભ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા આગામી રર ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ સાથે પધારી રહી છે. જેને આવકારવા માટે સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.

સમગ્ર દેશમાં સંતો મહંતોની આગેવાનીમાં ગઇ વજિયાદશમીના દિવસે કુરૂક્ષેત્ર ખાતેથી ગૌ ગ્રામ અને સજીવ ખેતીને લક્ષ્યમાં રાખીને તેમજ ગાયનેઁ રાિષ્ટ્રય પ્રાણી જાહેર કરવા માટે થઇને ૫૦ કરોડ હસ્તાક્ષર કરાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા છેલ્લા ૮૩ દિવસમાં ભારતના ૮૦ થી વધુ શહેરોમાં ભ્રમણ કરીને આગામી રર ડિસેમ્બરના રોજ પાટણથી ડીસા ખાતે પ્રવેશ કરશે. ત્યારબાદ આ યાત્રા ડીસાથી પાલનપુર, અમીરગઢ થઇને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ અને અન્ય સંતો મહંતોની ઉપસ્થિતીમાં ડીસા અને પાલનપુર ખાતે વિરાટ જાહેર સભા યોજાનાર છે. આ મુખ્ય યાત્રા કુલ ૧૦૮ દિવસમાં ર૦ હજાર કી.મી. પરીભ્રમણ કરીને દેશના રપ૦ થી પણ વધુ શહેરોમાં વિરાટ જાહેર સભાઓ તેમજ સંપર્ક કરશે.



ગાયને માતાનો દરજો આપનાર દેશમાં શરમજનક હાલત

જેમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે એ ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજજો આપવામાં આવ્યો છે. પરંતુ આ દેશમાં ‘માતા’ની સ્થિતી શરમજનક છે. ગાય અપમાનીત દશામાં જીવી રહી છે અને મરી રહી છે. જેના કેટલાક પુરાવા અહીં છે. જેમાં ભારતમાં ૪૦૦૦ ગૌ શાળાઓ, ૩૬૦૦૦ કતલખાના, આઝાદી બાદ ૮૦ ટકા ગૌ વંશ નષ્ટ થયો.,ભારત-બાંગ્લાદેશ સરહદ પર ૧૫૦ અબજ રૂપિયાના પશુધનની ચોરી થઇ રહી છે.,૮૦ ગૌ વંશની જાતી ધરાવતા દેશમાં આજે માત્ર ૩૩ જાતીઓજ બચી છે.,ગૌ વંશની ર૦ જાતીઓ નામશેષ થઇ.,ભારતમાં ગાયના ચામડાનો નિકાસ ૬.૫ હજાર કરોડ રૂપિયાનો વેપાર.૧૯૫૧માં એક હજાર માણસે ૮૦૦ પશુઓ હતા.જયારે આજે માત્ર ૪૦૦.

Wednesday, January 6, 2010

દાંતીવાડા તાલુકામાં બે હજાર લોકો ઘરવહિોણા

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

બનાસકાંઠા જિલ્લાના છેવાડે અને રાજસ્થાન સરહદને અડિને આવેલા પછાત એવા દાંતીવાડા તાલુકાને નવિન તાલુકાનો દરજજો આપ્યો છે. પરંતુ વિકાસમાં આજે પણ તાલુકો પછાત છે. તાલુકામાં બે હજાર થી પણ વધુ બી.પી.એલ. લાભાર્થી ઘર વહિોણા છે.

નવરચિત દાંતીવાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોને જમીન મળી રહે તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જેના કરાણે ગીરબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં પણ નોંધ પાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ દાંતીવાડા તાલુકા પંચાયત દ્વારા તાજેતરમાં કરાયેલા સર્વે મુજબ દાંતીવાડા તાલુકામાં આજે પણ ૮૯૨૫ જેટલા લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. જેમાં ૨૧૨૭ જેટલા લોકોને તો રહેવા માટે ઘર પણ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકાર દ્વારા રાજયમાં ગરીબી દૂર કરવા માટે ઠેર ઠેર ગરીબ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જો આ મેળાઓમાં દાંતીવાડા તાલુકાના પણ બેસહારા લોકોને લાભ મળે તો તેમની સાથે સાથે તેમના બાળકોનું પણ ભાવી પ્રકાશમય થાય તેમ છે. આ અંગે દાંતીવાડ તાલુકા પંચાયતના સુત્રોએ જણાવ્યું હતું કે ‘ઘર વહિોણા લોકોને ઝડપી જમીન આપવા માટે ગામની ગામતળ અને ગૌચરની જમીન આપવાની અને ત્યારબાદ તે લોકોને જુદી જુદી યોજનામાં આવાસ પણ બનાવી આપવા માટે ની કાર્યવાહી હાથ ધરાશે.’

ડાંગિયામાં આમિરખાનની અલપઝલપ...

દાંતીવાડા તાલુકાના ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ૧૭ ડિસેમ્બરની સવારે આમિરખાનની અચાનક એન્ટ્રી થતાં શૌક્ષણિક સ્ટાફ અને વિધ્યાર્થીઓમાં કૂતુહલ સર્જાયું હતું. જયારે બોલીવુડના આ હિરો શાળામાંથી વિદાય લેતાં પૂર્વે શિક્ષક અને પટાવાળાને એકે લખેલી સોનાની વીંટી તેમજ શાળાને બેટ,બોલ અને ફુટબોલ ભેટ આપ્યા હતા.



છાત્રોનો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાનો સંકલ્પ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

રાજય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતબિંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ચાઇનીઝ દોરીથી થતાં નુકસાન અંગે લોકોને માહિતગાર કરવા માટે થઇને સંકલ્પ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સરદાર કૃષિ નગર વિધ્યાલય ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય શામળભાઇ અટોસે વિધ્યાર્થીઓને ચાઇનીઝ દોરીની ભયાનકતા સમજાવી હતી.

આ પ્રસંગે શાળાના શિક્ષક હરપાલસિંહ પિઢયારે પણ ચાઇનીઝ દોરી ન વાપરવા આહ્વાન કરતાં શાળાના ૧૧૫૧ બાળકો અને ૩૦ થી વધુ શિક્ષકોએ પોતાના જીવનમાં ચાઇનીઝ દોરી ન વાપરવાના અને અન્ય ને પણ ન વાપરવા માટેની સલાહ આપવાનો સંકલ્પ લીધો હતો. તેમજ ગુજરાતમાં પ્રતબિંધ હોવાથી જે લોકો તેનો વેપાર કરશે તેની જાણ તંત્રને કરવાનું નક્કી કર્યું હતું.