Sunday, December 20, 2009

Press matter in Divya bhaskar from Dantiwada

દાંતીવાડાના શિકરિયામાં હડકાયા કૂતરાએ ૧૨ને બચકાંભયાઁ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકામાં આવેલા શીકરિયા ગામમાં ગુરુવારના રોજ એક રખડતું કુતરૂ હડકાયું થતાં ગામમાં લોકોને કરડવાનું શરૂ કર્યું હતું. જેમાં શનિવાર સુધીમાં આ કુતરાએ શીકરિયા, નાંદોત્રા ઠાકોરવાસ તેમજ આજુબાજુના ખેતર પરના સાકરબેન હરીભાઇ દલીત, હકાબેન રમેશભાઇ દલીત, રમેશભાઇ, કાંતીભાઇ સોમાજી માળી સહિત ૧૨ જેટલા લોકોને બચકાભયૉ હતા. જેના કારણે ગામમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે શીકરિયા ગામના કેટલાક લોકોએ આ કુતરાને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તે પકડાયું નથી. જેના કારણે હજુ પણ ગામના લોકોમાં ભય ફેલાયો છે. જે વ્યક્તિઓને હડકાયું કુતરૂ કરડયું હતું. તે પૈકી પાંચ વ્યક્તિએ જેગોલ પ્રા. આ. કેન્દ્રમાં સારવાર લીધી હતી.

ગૌ ગ્રામયાત્રાના સ્વાગતની તૈયારી


ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેથી પ્રારંભ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા આગામી રર ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ સાથે પધારી રહી છે. જેને આવકારવા માટે સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.

સમગ્ર દેશમાં સંતો મહંતોની આગેવાનીમાં ગઇ વજિયાદશમીના દિવસે કુરૂક્ષેત્ર ખાતેથી ગૌ ગ્રામ અને સજીવ ખેતીને લક્ષ્યમાં રાખીને તેમજ ગાયનેઁ રાિષ્ટ્રય પ્રાણી જાહેર કરવા માટે થઇને ૫૦ કરોડ હસ્તાક્ષર કરાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા છેલ્લા ૮૩ દિવસમાં ભારતના ૮૦ થી વધુ શહેરોમાં ભ્રમણ કરીને આગામી રર ડિસેમ્બરના રોજ પાટણથી ડીસા ખાતે પ્રવેશ કરશે. ત્યારબાદ આ યાત્રા ડીસાથી પાલનપુર, અમીરગઢ થઇને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ અને અન્ય સંતો મહંતોની ઉપસ્થિતીમાં ડીસા અને પાલનપુર ખાતે વિરાટ જાહેર સભા યોજાનાર છે. આ મુખ્ય યાત્રા કુલ ૧૦૮ દિવસમાં ર૦ હજાર કી.મી. પરીભ્રમણ કરીને દેશના રપ૦ થી પણ વધુ શહેરોમાં વિરાટ જાહેર સભાઓ તેમજ સંપર્ક કરશે.



ગાયને માતાનો દરજો આપનાર દેશમાં શરમજનક હાલત

જેમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે એ ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજજો આપવામાં આવ્યો છે. પરંતુ આ દેશમાં ‘માતા’ની સ્થિતી શરમજનક છે. ગાય અપમાનીત દશામાં જીવી રહી છે અને મરી રહી છે. જેના કેટલાક પુરાવા અહીં છે. જેમાં ભારતમાં ૪૦૦૦ ગૌ શાળાઓ, ૩૬૦૦૦ કતલખાના, આઝાદી બાદ ૮૦ ટકા ગૌ વંશ નષ્ટ થયો.,ભારત-બાંગ્લાદેશ સરહદ પર ૧૫૦ અબજ રૂપિયાના પશુધનની ચોરી થઇ રહી છે.,૮૦ ગૌ વંશની જાતી ધરાવતા દેશમાં આજે માત્ર ૩૩ જાતીઓજ બચી છે.,ગૌ વંશની ર૦ જાતીઓ નામશેષ થઇ.,ભારતમાં ગાયના ચામડાનો નિકાસ ૬.૫ હજાર કરોડ રૂપિયાનો વેપાર.૧૯૫૧માં એક હજાર માણસે ૮૦૦ પશુઓ હતા.જયારે આજે માત્ર ૪૦૦.

પાંથાવાડામાં લોકદરબારમાં દબાણનો મુદ્દો ચમકયો

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

તાલુકાના પાંથાવાડામાં સોમવારે સવારે જિલ્લા પોલીસવડા હરિકૃષ્ણ પટેલના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ પાંથાવાડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલય બનાવવા, ગામમાં થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની રજુઆત કરી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, ‘બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલય બનશે અને તેની સામે આવતા તમામ અવરોધો દૂર કરાશે. લોકદરબાર કાર્યક્રમમાં માજી સરપંચ રમેશભાઇ ઘાડીયા, ડેલીગેટ હંસાજી ગોવલાણી, ડેપ્યુટી સરપંચ નારણસિંહ દેવડા, હંજારીમલ મેવાડા, મણીલાલ ત્રિવેદી, ભરતભાઇ ત્રિવેદી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે પુરવઠા તંત્રના દરોડા

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્રની ટીમે સોમવારે મોડી સાંજે દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે ઓચિંતો દરોડો પાડી લાખો રૂપિયાનો બિનઅધિકૃત રાયડાનો જથ્થો ઝડપી લેતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. જેની મોડી રાત્રિ સુધી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર ઇન્સ્પેકટર એન.એચ. પરમારે જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે એક શખ્સને ત્યાં બિનઅધિકૃત રાયડો હોવાની બાતમી મળતાં ઇન્સ્પેકટર એન.સી. રાજગોર અને એચ.એન. પરમાર સ્ટાફ સાથે ઓચિંતી તપાસ કરી હતી. જે દરમિયાન અંદાજે રૂ. ૧,૯૦,૦૦૦ ની કિંમતની ૪૦૦ થી પણ વધુ બોરી બિનહિસાબી રાયડાનો જથ્થો ઝડપાઇ જવા પામ્યો હતો. જેની તપાસ સોમવારે મોડી રાત્રી સુધી હાથ ધરવામાં આવી છે. જો કે આ અંગે ઇસમે જણાવ્યું હતું કે, ‘આ જથ્થો અમે છ ભાઇઓએ પોતાના ખેતરમાં ગયા વર્ષે વાવ્યો હતો. ગયા વર્ષે સારો ભાવ ન હોવાના કારણે અમે આ જથ્થો સંગ્રહી રાખ્યો હતો.’

બઢતી મુદ્દે કર્મીઓ ઉપવાસ પર

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને યુનિ. ના સતાધીશો દ્વારા ખેતીવાડી અધિકારીમાંથી મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતી ન અપાતા સોમવારથી પ્રતીક ઉપવાસ યોજી આંદોલન શરૂ કર્યું છે. જેમાં સત્તાધીશો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આમરણાંત ઉપવાસ ઉપર જવાની કર્મચારીઓ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા ૫૫ થી વધુ કર્મચારીઓને રાજય સરકારના નીતિ નિયમ મુજબ મદદનીશ પ્રાધ્યાપક તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે બઢતી ન અપાતા આ કર્મચારીઓ તા. ૧૦ થી ૧૩ ડિસેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. તેમ છતાં પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા સોમવારથી પ્રતીક ઉપવાસ શરૂ કયૉ હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા ૪ યુનિ. અલગ કરવામાં આવી. ત્યારે આ કૃષિ યુનિ. માં ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેનો અમલ કરીને જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ખેતીવાડી અધિકારીઓમાંથી માત્ર ૧૫ અધિકારીઓને જ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી છે. જયારે બાકીના કર્મચારીઓને કોઇ કારણોસર આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. જો કૃષિ યુનિ. દ્વારા આ કર્મચારીઓને પણ રાજય સરકારના ઠરાવનો લાભ આપીને બઢતી આપવામાં આવે, તો કર્મચારીઓનો ૨૦ વર્ષનો સંશોધન, શિક્ષણ તથા વિસ્તરણનો અનુભવ બાકીના કર્મચારીઓને પણ મળી રહેશે. આ ૫૫ કર્મચારીઓ હાલમાં વેતન તો મદદનીશ પ્રાધ્યાપક કક્ષાનું જ મેળવતા હોઇ રાજય સરકારની તજિોરી પર પણ વધુ કોઇ નાણાંકીય બોજો પડવાનો નથી માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સત્તાધશિોએ આ કર્મચારીઓને તેમના લાભ આપવા જોઇએ. આ અંગે ખેતીવાડી અધિકારી મંડળના કન્વીનર જશવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, જો કૃષિ યુનિવર્સિટીના સત્તાધશિો દ્વારા ૨૧ ડિસેમ્બર પહેલાં કોઇ યોગ્ય નિર્ણય નહીં આવે, તો અમે આમરણાંત ઉપવાસ પર જઇશું. તેમજ અમારા આ આંદોલનને કૃષિ યુનિવર્સિટીના તમામ મંડળોએ સમર્થન જાહેર કરેલ છે.

દાંતીવાડામાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રીથી ફફડાટ


ભાસ્કર ન્યૂઝ .દાંતીવાડા

બનાસકાંઠા જિલ્લામાં સ્વાઇન ફ્લૂના પગલે બે વ્યક્તિઓના મોત નપિજયા છે. ત્યારે શિયાળાની ઋતુમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ વધી રહ્યો છે. દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિ.માં અભ્યાસ કરતી એક યુવતીને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ થયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવતીને સમયસર સારવાર મળતાં તે ભયમુકત હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિ. માં અભ્યાસ કરતી એક યુવતી છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા, તેનું મેડીકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. જેમાં તેને સ્વાઇન ફ્લૂ પોઝીટીવ આવતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સમયસર સારવાર મળતાં યુવતીની તબિયતમાં સુધારો થયો હતો.

આ તેમ છતાં પણ તબીબો દ્વારા ભવિષ્યમાં ન થાય તે માટે જરૂરી સારવાર આપવામાં આવી હતી.

જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ સ્વાઇન ફ્લૂ થયેલ યુવતીનું સ્વાસ્થ્ય સારૂ થઇ જતા તેને બુધવારના રોજ અમદાવાદ સિવિલમાંથી રજા આપવામાં આવી હતી. આ અંગે યુનિ. ના વિધ્યાર્થી હાદિgક વાઘેલાએ જણાવ્યું હતું કે, અત્યારે શરદી-ખાંસી થતી હોવાના કારણે સ્વાઇન ફ્લૂ હોવાની સતત િંચતા રહે છે.

જો તંત્ર દ્વારા આ અંગેની સાચી માહિતી આપવા માટે થઇને એક વિભાગ શરૂ કરાય તો સાચી બાબત ધ્યાનમાં આવે.



જોધપુરના સેમિનારમાં ચેપ લાગ્યો હોવાની સંભાવના

યુવતી તથા તેની સાથે અન્ય ત્રણ વિધ્યાર્થીઓ પણ જોધપુર મુકામે એક સેમીનારમાં ભાગ લેવા ગયા હતા. જેમાંથી પરત આવતા તે બીમાર પડી હતી. જો કે પાલનપુર સિવિલ દ્વારા અન્ય વિધ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવતા સ્વાઇન ફ્લૂ જણાયો ન હતો.



કોન્ફરન્સમાં જઇ આવતા કર્મીઓની તબીબી તપાસ જરૂરી

દાંતીવાડા કૃષિ યુનિ. ના ઘણા બધા ઓફિસરો, વૈજ્ઞાનિકો તેમજ વિધ્યાર્થીઓ અવાર-નવાર વિવિધ સેમીનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અન્ય રાજયોમાં જતા હોય છે. માટે સ્વાઇન ફ્લૂ થવાની ભીતિ વધુ રહે છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કૃષિ યુનિ. માં સ્વાઇન ફ્લૂ અંગેની માહિતી અને તબીબી તપાસ માટે થઇને અલાયદો વિભાગ શરૂ કરવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

ગાયને બચાવવા દાંતીવાડામાં ‘મશિન એન્ટી પ્લાસ્ટીક’ શરૂ


ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા કોલોની અને આસપાસના વિસ્તારોમાં ફરતી ગાયોના પેટમાં ખુબ મોટા પ્રમાણમાં આ પ્રકારના પ્લાસ્ટીક જવાના કારણે કેટલીક ગાયોના મોત પણ નપિજયા છે. જેથી એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન, બનાસકાંઠા અને ભાઇ-ભાઇ ગ્રુપના સંયુકત ઉપક્રમે જીવદયા પ્રેમીઓ દ્વારા આવી રખડતી ગાયોને બચાવવા માટે થઇને ‘મીશન એન્ટી પ્લાસ્ટીક’ શરૂ કરાયું છે. જેમાં આવી ગાયોના ઓપરેશન કરીને તેના પેટમાંથી પ્લાસ્ટીક બહાર કાઢવામાં આવે છે.

No comments:

Post a Comment