Sunday, December 20, 2009

amir khan in Dantiwada

આમિર ખાને ગુજરાતને સરપ્રાઇઝ આપી

Prashant Joshi, Dantiwada

aamir3_310- ફિલ્મ અભિનેતા શાળામાં બે કલાક રોકાયા: ડાંગીયા નજીકના વિનય મંદિરમાં આમીર ખાને ભોજન, ક્રિકેટ રમીને ભેટસોગાદો આપી

કોઇને કલ્પના ન હતી કે, ફિલ્મ અભિનેતા આમીરખાન શાળાનો મહેમાન બનશે. પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે અચાનક જ આવી ગયેલા આ ફિલ્મ અભિનેતાને શરૂઆતમાં કોઇ ઓળખી શક્યું નહતું. પરંતુ ઓળખાણ બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન લઇને ક્રિકેટ રમ્યા હતા અને ઇંગ્લીશમાં એકે લખેલી સોનાની વીંટીઓની ભેટ આપી હતી.

આમીરખાનની ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મના પ્રચાર માટે અજામાવાયેલા અજ્ઞાતવાસના નુસખાને લઇને દેશમાં અત્યારે આમીરખાને અલ્ટનેટ રીયાલીટી ગેમ નામનો એક સ્પર્ધાત્મક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ખુદ આમીરખાન જુદાજુદા વેશ પલટા કરીને ભારતના જુદાજુદા શહેરોમાં ફરે છે અને છેલ્લે તે શહેર છોડતા પહેલાં એક કાગળ પર પંક્તિમાં પોતે આગળ કયા શહેરમાં જશે તે લખીને કાગળ છોડતા જાય છે. આ સમય દરમિયાન જો કોઇ વ્યક્તિ તેમને ઓળખી લે છે તો તે વ્યક્તિને આમીરખાન વિમાન દ્વારા પોતાના ઘરે ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં બોલાવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે ૧૨-૦૦ વાગ્યાના સુમારે અચાનક કાળુ ટી શર્ટ, જીન્સ પેન્ટ અને શુઝમાં સજજ થઇને આવી પહોંચ્યા હતા. જો કે એકાએક આવી પહોંચેલા આમીરખાનને શાળામાં કોઇ ઓળખી શક્યુ ન હતું. જેથી આચાર્યને પોતાની ઓળખાણ આપી સંસ્થા વિશે માહિતી મેળવી હતી. તેમજ શાળાના ઉદ્દેશો જાણ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા આમીરખાનને ધોરણ ૭થી ૧૦ના વિદ્યાર્થીઓને મળવા માટે લઇ ગયા હતા. જ્યાં બાળકો સાથે ગપસપ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓને ગીત પણ ગવરાવ્યું હતું. તેમજ આમીરખાનનો ફોટો હંમેશા પોતાની સાથે રાખતા એક વિદ્યાર્થીને ગળે લગાવી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરીને દેશ માટે કામ કરવાની શીખ આપી હતી. તેઓ બાળકો સાથે ક્રિકેટ પણ રમ્યા હતા. અંતમાં એક વિદ્યાર્થીની સાથે તેના ટીફીનમાં ભોજન લીધુ હતું.

aamir2_310આમીરખાને પોતાની મુલાકાત દરમિયાન શાળાને બે ક્રિકેટના બેટ, દડા અને બે ફૂટબોલ અર્પણ કર્યા હતા અને ૨ વાગ્યાની આસપાસ તે ત્યાંથી નીકળી ગયા હતા. આમ, અંદાજે ર કલાકના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ સાથે રહીને આમીરખાન એકાએક ત્યાંથી ગાયબ થઇ ગયા હતા. જો કે તે ત્યાંથી કયાં ગયા તેની કોઇને જાણ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, અલ્ટનેટ રીયાલીટી ગેમ કાર્યક્રમ અંતર્ગત આમીરખાન કુલ ૭ શહેરોમાં જવાના છે. જયાં તે અલગ-અલગ વેશ પલટો કરીને ફરશે. અત્યાર સુધી તેઓ ૫ શહેરોમાં જઇ આવ્યા છે. જેમાં વારાણસીમાં વૃદ્ધનો વેશ ધારણ કરીને ફર્યા બાદ કરીનાકપૂર સાથે મધ્યપ્રદેશના ચંદેરી જિલ્લાના પ્રાનપુર ગામમાં એક હેન્ડલુમ કારીગરના ત્યાં રાત્રી રોકાણ કરીને ભોજન લીધું હતું અને સાડીમાં ભરત ભરવાની કામગીરી શીખ્યા હતા. છેલ્લે કલકત્તા શહેરમાં ફર્યા હતા. જયાં સૌરવ ગાંગુલીના ત્યાં ગયા હતા. જયાં વોચમેને તેમને પ્રવેશ નહતો આપ્યો. બાદમાં સૌરવ ગાંગુલીને બોલાવીને તેના ઘરે ગયા હતા.

આમીરખાને પાલનપુર આવતા પહેલા સૌરવ ગાંગુલીના ત્યાં એક કાગળ છોડ્યું હતું. જેમાં લખ્યું હતું કે,

કૈસી હૈ યહ ભૂલ ભુલૈયા,
સાત દરવાજે ઇસ શહર મેં ભૈયા,
કિસસેં જાઉં, કેસે જાઉં,
ડરતા હું કહિઁ ખો ન જાઉં,
ફુલો કે ઇસ શહર મેં,
કયોં ન થોડા વકત બિતાઉ,

જો કે તેને પાલનપુર છોડતા પહેલા ડાંગીયા ગામના લોકનિકેતન વિનય મંદિર શાળામાં એક કાગળ છોડ્યું હતું. જેમાં લખ્યું હતું કે,

લૈલા કી બર્થડે મેં જાઉં,
યા ફરીદ કી શાદી મેં ગાઉં,
કોટ પહન કે મેં ઇતરાઉ,
યા શેરવાની મેં સજ જાઉં,

આમ, આ કાગળના લખાણ પરથી હવે લોકો શોધે છે કે, આમીરખાન હવે કયા શહેરમાં હશે.

aamir1_310આમીરે મુંબઇ આવવાનું આમંત્રણ આપ્યું

પાલનપુર નજીકના ડાંગીયા ગામની લોકનિકેતન વિનયમંદિર શાળામાં આવેલા આમીરખાને કેટલાક લોકોને પોતાના ઘેર આગામી ૨૩ ડિસેમ્બરના રોજ આયોજીત પાર્ટીમાં પધારવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું. તેમજ તેમને હવાઇ માર્ગે આવવા જવાનો તમામ ખર્ચ પણ આમીરે આપવાનું જણાવ્યું હતું. જેમાં ભરતસિંહ રાજપૂત (આચાર્ય), વિષ્ણુભાઇ પટેલ (શિક્ષક), કરશનભાઇ પ્રજાપતિ(પટાવાળા) તથા તેમનો પુત્ર માધાભાઇ પ્રજાપતિને આમંત્રણ આપ્યું હતું.

ભરતસિંહ રાજપુત (આચાર્ય, લોકનિકેતન વિનય મંદિર, ડાંગીયા)

શાળામાં ૧૩ ડિસેમ્બરના રોજ મુંબઇથી એક ફોન આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ કહ્યું હતું કે, ‘અમારી એક ટીમ આવતા ૪-૫ દિવસમાં આપની શાળાની મુલાકાત લેશે. પરંતુ કોણ આવશે, કેટલા આવશે કે શા માટે આવશે તેવી કોઇ જાણકારી આપી ન હતી. માટે અમે કંઇ ખાસ નોંધ નહતી લીધી. પરંતુ ગુરુવારના રોજ આમીરખાન સાથે આવેલી ટીમના સભ્યોએ અમને જાણ કરી કે ફોન અમે લોકોએ જ કર્યો હતો.’

મકબુલખાન અબ્બાસખાન ચૌહાણ (વિદ્યાર્થી, ધોરણ-૯)

આમીરખાન જયારે અમારા વર્ગમાં આવ્યા ત્યારે મેં તેમને મારી પાસે રહેલો તેમનો ફોટો બતાવ્યો હતો. જે દેખીને તેઓ ખુશ થઇ ગયા હતા અને મને ગળે લગાડીને કીસ કરી હતી. આ ફોટો હું હંમેશા મારી સાથે જ રાખું છું.

ક્રિષ્ણાબેન દલપતભાઇ પ્રજાપતિ (વિદ્યાર્થીની, ધોરણ-૯)

આમીરખાને મને ગુજરાતી ગીત ગાવાનું કહ્યું હતું જેમાં મેં તેમને ‘વનમાં બાંધી ઝુંપડી’ ગીત સંભળાવ્યું હતું. ત્યારબાદ તેમને આ ગીત વિશે વિસ્તૃતમાં માહીતી મેળવી હતી.

વિષ્ણુભાઇ બી. પટેલ (સહ શિક્ષક, લોકનિકેતન વિનય મંદિર, ડાંગીયા)

આમીરખાને મને પુછયુ હતુંકે તમે કેટલા વર્ષથી શિક્ષક છો અને કયો વિષય ભણાવો છે. ત્યાર બાદ કહ્યું હતું કે તમે ઘણા વર્ષોથી શિક્ષકરૂપે સમાજની સેવા કરો છો તો હું તમને સોનાની વીંટી ભેટમાં આપું છું. જેથી તમે દરરોજ મને યાદ કરો.

aamir_khan_gujarat_310_01

No comments:

Post a Comment