Monday, December 28, 2009

દાંતીવાડા કૃષિ.યુનિના ખેતીવાડી અધિકારીઓનું આંદોલન સમેટાયું

દાંતીવાડા કૃષિ.યુનિના ખેતીવાડી અધિકારીઓનું આંદોલન સમેટાયું

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારીઓને બઢતીથી વંચિત રખાતાં અન્યાય થતાં ખેતીવાડી અધિકારીઓને હડતાળ પર જવાની ફરજ પડી હતી. તેઓ તા.૧૪ ડિસેમ્બરથી પ્રતિક ઉપવાસ પર ઉતયૉ હતા. ત્યારબાદ તા.૨૧ ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ શરૂ કયૉ હતા.

જેના અનુસંધાને તા.રર ડિસે. કુલપતિની કચેરીમાં કૃષિ યુનિ.ના કુલપતિ સંશોધન નિયામક, કુલસચિવ તથા ખેતીવાડી અધિકારી મંડળના પ્રતિનિધીઓ સાથે કુલપતિના અધ્યક્ષપણા હેઠળ બઢતી આપવા બેઠક યોજાઇ હતી. જેમાં બઢતી બાબતે સુખદ સમાધાન થયું હતું. જે અંતર્ગત કૃષિ યુનિ.ના કુલસચિવ અને વૈજ્ઞાનિકોની ઉચ્ચ કક્ષાની કમિટિ બનાવી સત્વરે બઢતી આપવાનો નિર્ણય લીધો છે. જેથી ખેતીવાડી અધિકારી મંડળે પોતાનું આંદોલન તાત્કાલિક અસરથી પરત ખેંચી લીધું હોવાનું ખેતીવાડી અધિકારી મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment