Monday, December 28, 2009

વાઘરોળ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

વાઘરોળ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના વાઘરોળ ચાર રસ્તા પર છેલ્લા ઘણા સમયથી સર્કલના અભાવે અકસ્માતોની વણથંભી વણઝાર શરૂ થઇ હતી. દરમિયાન તંત્ર દ્વારા સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

દાંતીવાડા ડેમ પર નવીન પુલ બનતા ચંડીસરથી પાંથાવાડા સુધીના માર્ગ વાહનોની અવર-જવર વધી હતી. જેથી માર્ગ પર અકસ્માતોમાં પણ વધારો થયો હતો. જેમાં વાઘરોળ નજીક આવેલા ચાર રસ્તા પર અત્યાર સુધીમાં જુદાજુદા માર્ગ અકસ્માતોમાં ૬ જેટલા લોકોના મોત અને ૬૦ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી ચાર રસ્તા પર સર્કલ બનાવવા માટે માંગ ઉઠવા પામી હતી. દરમિયાન ગત રવિવારે જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા સર્કલ બનાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો હતો. જો કે તે પૂર્વ દબાણ હટાવવાની કાર્યવાહીમાં દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે તૂં...તૂં... મેં...મેં... થવા પામ્યું હતું. અંતે સમજાવટથી મામલો થાળે પડાયો હતો.

આ અંગે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ચાર રસ્તા પર સર્કલ બનાવી ત્યાં હેલોઝન લાઇટ ફીટ કરવામાં આવશે. આ ઉપરાંત ચારે તરફ ૬૧ મીટર જેટલો રસ્તો પહોળો કરવામાં આવેલો છે. અંદાજે રૂ. ૨ કરોડના ખચેઁ ડીસા, કાંટ, ભાખર અને વાઘરોળ સુધીના માર્ગનું કામ કરવામાં આવ્યું છે.

No comments:

Post a Comment