Monday, December 28, 2009

બોર્ડરવિંગના જવાનોની છઠ્ઠા પગરપંચની માંગ

બોર્ડરવિંગના જવાનોની છઠ્ઠા પગરપંચની માંગ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

ભારતમાં હંમેશા ખડેપગે આંતરિક સુરક્ષા કરી રહેલા બોર્ડરવિંગના જવાનોને તંત્ર દ્વારા પહેલા, ચોથા અને પાંચમાં પગારપંચનો લાભ આપવામાં આવ્યો છે. તેમ છતાં પણ ગુજરાતની ચાર બટાલીયનોના અંદાજે ૨૪૦૦ જેટલા સુરક્ષા કર્મીઓને તંત્ર દ્વારા છઠ્ઠા પગારપંચનો લાભ આપવામાં ઠાગા ઠૈયા કરવામાં આવો છે. જો કે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા અર્ધસરકારી કર્મચારીઓને છઠ્ઠા પગરપંચનો લાભ આપવા માટે ઠરાવ કરવામાં આવેલ છે. તેમજ આ પેહલા પણ બોર્ડરવિંગના જવાનોને ચોથા અને પાંચમા પગાર પંચનો લાભ મળેલ છે. માટે આ સુરક્ષા કર્મીઓને છઠ્ઠા પગારપંચનો પણ લાભ આપવાની માંગ કરી રહ્યા છે. આ અંગે બટાલીયન નં.૧ ના નારણદાસ રાઠોડે જણાવ્યું હતું કે ‘સરકાર દ્વારા અમને લોકોને ચોથુ અને પાંચમું પગાર પંચ આપેલ છે. છôું પગારપંચ આપવામાં કેમ વિલંબ કરાય છે. તો સરકાર અમારી સેવાની કદર કરીને અમને સત્વરે આ લાભ આપે તેવી અમારી માંગ છે.

દાંતીવાડામાં ધમધમતી માંસાહારી વસ્તુની હાટડીઓ

દાંતીવાડામાં ધમધમતી માંસાહારી વસ્તુની હાટડીઓ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા કોલોની ખાતે છેલ્લા કેટલાક સમયથી માંસાહારી વસ્તુઓની બિનઅધિકૃત હાટડીઓ ધમધમે છે. જે હાટડીઓમાં માંસાહારના શોખીન નશીલી વસ્તુઓનું સેવન કરી મજિબાની માણવા આવતા હોવાથી સમગ્ર વિસ્તારમાં મહિલાઓ સહિત લોકોને ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે રવિવારે બિનઅધિકૃત ચાલતી નોનવેજની હાટડીઓ પર એક પોલીસવાન પણ આવતાં લોકોમાં તર્ક-વિતર્ક ઉભા થયા હતા.

દાંતીવાડા કોલોની વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે ઇસમો દ્વારા બિનઅધિકૃત મટનનો વેપાર અને માંસાહારની ખાણી-પીણીની હાટડીઓ ખોલવામાં આવી છે. જે હાટડીઓ પર આખો દિવસ લુખ્ખા તત્વોની અવર-જવર રહે છે. દાંતીવાડા કોલોની વિસ્તારમાં ધમધમતી માંસાહારની હાટડીઓ પર સાંજ પડે કેટલાક નબિરા દારૂ જેવી નશીલી વસ્તુઓનું સેવન કરી માસાહારની મજિબાની માણવા આવી પહોંચે છે. જેથી આ વિસ્તારમાં મહિલાઓ સહિત લોકોને અવર-જવર કરવું પણ મુશ્કેલ બની ગયું છે માટે આ અંગે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી દાંતીવાડાના લોકોમાં માંગ ઉઠી છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે બિનઅધિકૃત ચાલતી માંસાહારી ચીજવસ્તુઓની હાટડી પર એક પોલીસ વાન આવી પહોંચી હતી. જેથી પોલીસ તપાસ કરવા આવી છે ? કે પછી હ’ો વસૂલવા ? અથવા તો નોનવેજની મજિબાની માણવા કે પછી કોઇ કાર્યવાહી માટે ? તેવા અનેક પ્રશ્નો અને તર્ક-વિતકો લોકમાં ઉભા થવા પામ્યા હતાં.

તર્કવિતર્ક

દાંતીવાડા કોલોની ખાતે નોનવેજની બિનઅધિકૃત હાટડીઓ ધમધમે છે.ત્યારે રવિવારે બિનઅધિકૃત ચાલતી નોનવેજની હાટડીઓ પર એક પોલીસવાન પણ આવતાં લોકોમાં તર્ક-વિતર્ક ઉભા થયા હતા - પ્રશાંત જોષી

વાઘરોળ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

વાઘરોળ ચાર રસ્તા પર સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકાના વાઘરોળ ચાર રસ્તા પર છેલ્લા ઘણા સમયથી સર્કલના અભાવે અકસ્માતોની વણથંભી વણઝાર શરૂ થઇ હતી. દરમિયાન તંત્ર દ્વારા સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.

દાંતીવાડા ડેમ પર નવીન પુલ બનતા ચંડીસરથી પાંથાવાડા સુધીના માર્ગ વાહનોની અવર-જવર વધી હતી. જેથી માર્ગ પર અકસ્માતોમાં પણ વધારો થયો હતો. જેમાં વાઘરોળ નજીક આવેલા ચાર રસ્તા પર અત્યાર સુધીમાં જુદાજુદા માર્ગ અકસ્માતોમાં ૬ જેટલા લોકોના મોત અને ૬૦ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેથી ચાર રસ્તા પર સર્કલ બનાવવા માટે માંગ ઉઠવા પામી હતી. દરમિયાન ગત રવિવારે જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા સર્કલ બનાવવાની કાર્યવાહીનો પ્રારંભ કરાયો હતો. જો કે તે પૂર્વ દબાણ હટાવવાની કાર્યવાહીમાં દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે તૂં...તૂં... મેં...મેં... થવા પામ્યું હતું. અંતે સમજાવટથી મામલો થાળે પડાયો હતો.

આ અંગે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ચાર રસ્તા પર સર્કલ બનાવી ત્યાં હેલોઝન લાઇટ ફીટ કરવામાં આવશે. આ ઉપરાંત ચારે તરફ ૬૧ મીટર જેટલો રસ્તો પહોળો કરવામાં આવેલો છે. અંદાજે રૂ. ૨ કરોડના ખચેઁ ડીસા, કાંટ, ભાખર અને વાઘરોળ સુધીના માર્ગનું કામ કરવામાં આવ્યું છે.

દાંતીવાડા કૃષિ.યુનિના ખેતીવાડી અધિકારીઓનું આંદોલન સમેટાયું

દાંતીવાડા કૃષિ.યુનિના ખેતીવાડી અધિકારીઓનું આંદોલન સમેટાયું

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારીઓને બઢતીથી વંચિત રખાતાં અન્યાય થતાં ખેતીવાડી અધિકારીઓને હડતાળ પર જવાની ફરજ પડી હતી. તેઓ તા.૧૪ ડિસેમ્બરથી પ્રતિક ઉપવાસ પર ઉતયૉ હતા. ત્યારબાદ તા.૨૧ ડિસેમ્બરથી આમરણાંત ઉપવાસ શરૂ કયૉ હતા.

જેના અનુસંધાને તા.રર ડિસે. કુલપતિની કચેરીમાં કૃષિ યુનિ.ના કુલપતિ સંશોધન નિયામક, કુલસચિવ તથા ખેતીવાડી અધિકારી મંડળના પ્રતિનિધીઓ સાથે કુલપતિના અધ્યક્ષપણા હેઠળ બઢતી આપવા બેઠક યોજાઇ હતી. જેમાં બઢતી બાબતે સુખદ સમાધાન થયું હતું. જે અંતર્ગત કૃષિ યુનિ.ના કુલસચિવ અને વૈજ્ઞાનિકોની ઉચ્ચ કક્ષાની કમિટિ બનાવી સત્વરે બઢતી આપવાનો નિર્ણય લીધો છે. જેથી ખેતીવાડી અધિકારી મંડળે પોતાનું આંદોલન તાત્કાલિક અસરથી પરત ખેંચી લીધું હોવાનું ખેતીવાડી અધિકારી મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.

દાંતીવાડા કૃષિ યુનિ.ના કર્મીઓએ આંદોલન છેડયું

દાંતીવાડા કૃષિ યુનિ.ના કર્મીઓએ આંદોલન છેડયું

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓએ બઢતીના મુદ્દે સોમવારે આમરણાંત ઉપવાસનું આંદોલન શરૂ કર્યું હતું અને જો માંગણી નહીં સંતોષાય તો આંદોલન જલદ બનાવવાની ચિમકી ઉચ્ચારી હતી.

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા ૫૫ થી વધુ કર્મચારીઓ રાજય સરકારના નીતિ નિયમ મુજબ મદદનીશ પ્રાધ્યાપક તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે બઢતી ન અપાતા ૧૦ ડિસેમ્બરથી ૧૩ ડિસેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહ્યા હતા. ત્યારબાદ ૧૪ ડિસેમ્બરથી ૨૧ ડિસેમ્બર સુધી પ્રતીક ઉપવાસ કયૉ હતા. તેમ છતાં પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા અને અધિકારીઓએ મુલાકાત ન લેતાં આખરે સોમવારે આમરણાંત ઉપવાસ શરૂ કયૉ હતા.

આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ખેતીવાડી અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જયારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા ૭૪ ખેતીવાડી અધિકારીઓમાંથી માત્ર ૧૫ અધિકારીઓને જ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી છે. જેથી માંગણી નહીં સંતોષાય તો આંદોલન ઉગ્ર બનાવીશું.’

Sunday, December 20, 2009

Dantiwada

રાષ્ટ્રીય એકતા માટે વૃદ્ધની સાઇકલયાત્રા

Bhaskar News, Dantivada
Friday, August 21, 2009 02:30 [IST]
Bookmark and Share

ગાંધીનગરના પાનસરમાં અગરબત્તીના વ્યવસાયીની ગાંધીનગરથી અજમેર સુધીની અનોખી યાત્રા

રાષ્ટ્રીય એકતા માટે અજમેરની વાજા ગરીબ નવાઝની દરગાહ તરફ સાયકલયાત્રાએ નિકળેલા મૂળ રાન્તાઇના વતની અને અત્યારે ગાંધીનગરમાં પાનસરમાં અગરબત્તી બનાવવાનો ગૃહ ઉધોગ ચલાવનાર ૬૨ વર્ષિય બુઝુર્ગ અમરસિંહ વાધેલામાં આટલી ઉમર હોવા છતાં પણ યુવકને શરમાવે તેવી સાહસિકતા અને જુસ્સાના દર્શન થાય છે. તેમજ તેમની સાથે વાતચીત કરતા તેમનામાં રહેલી ઇશ્વરમાં અથાગ શ્રદ્ધા અને ભાઇચારાનીવૃત્તિ પણ છુપી રહેતી નથી.ગાંધીનગરના પાનસરમાં અગરબત્તીનો ગહ ઉધોગ ચલાવનાર અને સદ્દભાવનાના હેતુ સાથે નિકળેલા ૬૨ વર્ષિય બુઝુર્ગ સાઇકલયાત્રી અમરસિંહભાઇ વાધેલા સોમવારના રોજ જયારે દાંતીવાડા કોલોની ખાતે આવી પહોંરયા ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બુઝુર્ગ સાઇકલયાત્રી પોતાની યાત્રા દરમિયાન વચ્ચે આવતા દરેક ગામે યુવાનોને મળે છે અને તેમને રાષ્ટ્રીય એકતાની શીખ આપે છે. આ અંગે અમરસિંહભાઇએ જણાવ્યું હતું કે, ‘આજે પણ રોજના ૭૦ કિ.મી. અંતર કાપું છું. વિશ્વમાં તેમજ ગુજરાતમાં સદ્દવિચાર તથા ભાઇચારો પ્રવર્તે તે મુય ઉદ્દેશ છે. યાત્રા દરમિયાન માર્ગમાં આવતા ગામોમાં યુવાનોને મળીને રાષ્ટ્રીય એકતામાં યુવાનનું મહત્વ સમજાવું છે. જો કયારેક સમય મળે છે તો ગામની શાળામાં જઇને વિધાર્થીઓને પણ રાષ્ટ્રીય એકતા અંગે સમજાવું છું. આ મારી ત્રીજી સાઇકલ યાત્રા છે.

નવોદય વિધાલયના વિધાર્થીઓની હડતાળ

Bhaskar News, Dantivada
Friday, August 28, 2009 04:06 [IST]
Bookmark and Share

શિક્ષકોના અભાવે વિધાથીઓએ ગુરુવારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું, ૩૪ છાત્રોએ ઘરની વાટ પકડી, આઠ વિધાર્થિનીઓને તેમનાં વાલીઓ લઇ ગયાં

દાંતીવાડા તાલુકાના દાંતીવાડા કોલોની ખાતે આવેલી જિલ્લાની એકમાત્ર જવાહર નવોદય વિધાલયમાં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ ગુરુવારના રોજ શિક્ષકોના અભાવે આખરે ઘરની વાટ પકડી હતી. જો કે શિક્ષકોના અભાવે વિધાર્થી ચાલ્યા જતા તેમના ભવિષ્ય પર માઠી અસર પડી રહી છે.જવાહર નવોદય વિધાલય, દાંતીવાડા ખાતે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા ૩૪ વિધાર્થીઓ અને ૮ વિધાર્થીનીઓ મળીને કુલ ૪૨ વિધાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહના રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને ગણિત વિષયના વિષય શિક્ષકો સ્થાયી રૂપે છેલ્લા ઘણા સમયથી ન આવતા ગુરુવારના રોજ રોજિંદો અભ્યાસ છોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતા ૩૪ વિધાર્થીઓએ સંસ્થાને કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર કંટાળીને ઘરે જતા રહ્યા હતા. જો કે ૮ વિધાર્થીનીઓ ઘરે ન જતા કેમ્પસ ખાતે જ રહી હતી. પરંતુ આ પ્રકારનો બનાવ બનતા વિધાર્થીનીઓ ગભરાઇ ગઇ હતી. જેથી સંસ્થા દ્વારા વિધાર્થીનીઓના વાલીઓને જાણ કરીને વિધાર્થીનીઓને બે દિવસ માટે ઘરે લઈ જવાની સૂચના આપવામાં આવતા વાલીઓએ આવીને ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં અભ્યાસ કરતી ૮ વિધાર્થીઓને ઘરે લઇ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) એ વિધાર્થીઓ માટે ખુબ જ અગત્યનું વર્ષ ગણાય છે. ત્યારે આ પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વિધાલયમાં વર્ષના પ્રારંભ થી જ મુખ્ય વિષયોના શિક્ષકોની ભરતી ન કરવી તે પ્રકારે વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં છે. તેમજ આ વિધાલય દ્વારા દર મહિને સ્ટાફની સ્થિતીનો સમિક્ષા રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવતો હોવા છતાં પણ સરકારના ઘ્યાને આ વાત ન આવી તે પણ એક તપાસનો વિષય છે. જો કે આ ઘટના અંગેની જાણ મામલતદાર પીનાકીન શાહને થતા તેઓ તાબડતોબ નવોદય વિધાલય ખાતે પહોંચી ગયા હતા અને વિધાર્થીઓનું ભવિષ્ય ન બગડે તેનું ઘ્યાન રાખવા જણાવ્યું હતું.


‘એક ગોળી એક દુશ્મન’

Bhaskar News, Dantiwada

દાંતીવાડા તાલુકામાં આવેલા બોર્ડર સિકયુરીટી ફોર્સની ૯૯ બટાલીયન દ્વારા આયોજીત ઇન્ટર બટાલીયન રાયફલ શુટીંગ સ્પર્ધાનો દાંતીવાડા ફાયિંરગ રેંજ પર સોમવારે પ્રારંભ થયો હતો. જે દરમિયાન ફાઇરીંગના અવાજથી બી.એસ.એફ. કેમ્પસ ગુંજી ઉઠયું હતું.

ભારતની મોટાભાગની બધી જ સરહદોની સુરક્ષા કરતા તથા દેશની આંતરીક સુરક્ષા, લાઇન ઓફ કંટ્રોલ અને દેશના કેટલાક નકશલથી પ્રભાવીત ક્ષેત્રોમાં સુરક્ષાની કામગીરી કરી રહેલાત બોર્ડર સિકયુરીટી ફોર્સ દ્વારા સૈન્યના જવાનો માટે તેમની માનસીક ક્ષમતા, શારિરીક ક્ષમતા વિકસાવવા માટે અવાર-નવાર અનેક સ્પર્ધાઓ તથા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત સોમવારના રોજ ગુજરાત ફ્રંટીયરની દાંતીવાડા ખાતે આવેલી ૯૯ બટાલીયન દ્વારા દાંતીવાડા ફાઇરીંગ રેંજ પર શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ફ્રંટીયરની વિવિધ બટાલીયનો વરચે ઇન્ટર બટાલીયન શુટીંગ સ્પર્ધાનો પ્રારંભ ‘એક ગોળી એક દુશ્મન’ ના સુત્ર સાથે ડૉ. આર. ચંદ્રમોહન (ડી.આઇ.જી., બી.એસ.એફ., ગાંધીનગર) દ્વારા કરવામાં આવ્યો હતો. આ સ્પર્ધા તા. ૯ નવેમ્બરથી ૧૬ નવેમ્બર સુધી ચાલશે. આ સ્પર્ધામાં બોર્ડર સિકયુરીટી ફોર્સની અલગ-અલગ બટાલીયનની કુલ ૧૧ ટીમોના ૯૦૦ થી પણ વધુ જવાનોએ ભાગ લીધો છે. જેમાં આ ૧૧ ટીમો વરચે વિવિધ હથિયારોની ૧૦ શુટીંગ સ્પર્ધાઓ યોજાશે. કુલ ૮ દિવસ ચાલનારી આ સ્પર્ધાઓ દિવસ અને રાત બંન્ને સમયે યોજાશે.

આ સ્પર્ધામાં જવાનો દ્વારા ૪૦૦ મી., ૩૦૦ મી., ૨૦૦ મી. અને ૧૦૦ મી. ના અંતરની સ્પર્ધા યોજાશે. જેમાં જવાનો દ્વારા ટાર્ગેટ પોઇંટ પર ઉભુ કરવામાં આવેલ પુતળા પર નિશાન તાકવાનું હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાઇરીંગ રેંજ પર સ્પર્ધા સિવાયના સમયમાં જવાનો ૬૦૦ મી. ના અંતર સુધી પણ ફાઇરીંગનો અભ્યાસ કરતા હોય છે. આ પ્રકારની સ્પર્ધા કરવાનો મુખ્ય ઉદ્દેશ જવાનોમાં રહેલી ફાઇરીંગ કરવાની કળાને નિખારવાનો છે તથા ફાઇરીંગ દરમિયાન જવાનોમાં આત્મવિશ્વાસ વધે તથા મજબુત થાય અને સારા ફાઇરીંગ કરનાર જવાનની અન્ય જવાનોને પ્રેરણા મળે તે માટેની છે. આ પ્રસંગે ૯૯ બટાલીયનના કમાન્ડર આર.પી.એસ.મલીક તથા ડેપ્યુટી કમાન્ડર ઉદયપ્રતાપસિંહ ચૌહાણ તથા અન્ય બટાલીયનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


પાંથાવાડા માર્કેટયાર્ડમાં હડતાળ

Bhaskar News, Dantiwada, Panthawada

પાંથાવાડા માર્કેટયાર્ડના ચેરમેન સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં વેપારીઓએ રેલી યોજયા બાદ ખેતીની ઉપજની લે-વેચનું કામ બંધ કરતાં માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓના ગંજ ખડકાઇ ગયા છે. જેના કારણે ખેડૂતો તેમજ માર્કેટયાર્ડના શ્રમિકો ભારે મૂશ્કેલીમાં મુકાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાંથાવાડા ખેતીવાડી ઉત્પન્ના બજાર સમિતિના ચેરમેન રેસાભાઇ પટેલ સહિત પાંચ વેપારીઓ પર બળદેવભાઇ પ્રજાપતીએ રૂ. ૩૮ લાખની ઠગાઇની ફરિયાદ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે ફરિયાદ ખોટી હોવાના મુદ્દે વેપારીઓ દ્રારા વિશાળ રેલી યોજી બુધવારે રજૂઆત કરી હતી તેમજ આ કેસ પાછો ખેંચવા માટે સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં છેલ્લા ત્રણ દિવસથી માર્કેટયાર્ડમાં અનાજની બોરીઓના ગંજ ખડકાઇ ગયા છે.

આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘માર્કેટયાર્ડમાં વેપારીઓની હડતાળને કારણે ખેતીની ઉપજ વેચવા આવતાં ડીસા, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા તથા રાજસ્થાનના ખેડૂતો પારવાર મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. જેઓ દૂરદૂરથી આવતાં હોવાથી વાહનનું ડબલ ભાડું ચૂકવવું ન પડે તે માટે ખેતીની ઉપજ માર્કેટયાર્ડમાં જ મૂકી રાખતાં લગભગ ૪૦,૦૦૦ કરતા પણ વધુ બોરી અનાજનો ભરાવો થયો છે.

ફરિયાદ ખોટી છે

‘ચેરમેન સામે ફરિયાદ કરનાર વેપારીએ અગાઉ માર્કેટયાર્ડમાં મોટી ઠગાઇ કરી છે. જેમાં ચેરમેન સામે નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે. જયાં સુધી પોલીસ દ્રારા સી-સમરી નહીં ભરાય ત્યાં સુધી માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રહેશે.’- અજીતસિંહ સી. રાઠોડ, પ્રમુખ, વેપારી એસોસીએશન, પાંથાવાડા માર્કેટયાર્ડ



ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

‘ભાડાની ગાડી કરીને મગફળી લઇને યાર્ડમાં ભરાવવા માટે આવ્યા હતા પરંતુ માર્કેટયાર્ડ બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છીએ.’ - વનાજી સોમાજી માળી, ખેડૂત, સોનેરા-રાજસ્થાન



લાખો રૂપિયાનો વહેપાર અટકયો

પાંથાવાડા માર્કેટયાર્ડમાં રોજની ૧૦ હજાર બોરીની આવક થાય છે. પરંતુ વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલના કારણે તમામ કામકાજ ઠપ થઇ જતાં લાખો રૂપિયાનો વ્યવહાર અટકી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

amir khan in Dantiwada

આમિર ખાને ગુજરાતને સરપ્રાઇઝ આપી

Prashant Joshi, Dantiwada

aamir3_310- ફિલ્મ અભિનેતા શાળામાં બે કલાક રોકાયા: ડાંગીયા નજીકના વિનય મંદિરમાં આમીર ખાને ભોજન, ક્રિકેટ રમીને ભેટસોગાદો આપી

કોઇને કલ્પના ન હતી કે, ફિલ્મ અભિનેતા આમીરખાન શાળાનો મહેમાન બનશે. પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે અચાનક જ આવી ગયેલા આ ફિલ્મ અભિનેતાને શરૂઆતમાં કોઇ ઓળખી શક્યું નહતું. પરંતુ ઓળખાણ બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે ભોજન લઇને ક્રિકેટ રમ્યા હતા અને ઇંગ્લીશમાં એકે લખેલી સોનાની વીંટીઓની ભેટ આપી હતી.

આમીરખાનની ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મના પ્રચાર માટે અજામાવાયેલા અજ્ઞાતવાસના નુસખાને લઇને દેશમાં અત્યારે આમીરખાને અલ્ટનેટ રીયાલીટી ગેમ નામનો એક સ્પર્ધાત્મક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ખુદ આમીરખાન જુદાજુદા વેશ પલટા કરીને ભારતના જુદાજુદા શહેરોમાં ફરે છે અને છેલ્લે તે શહેર છોડતા પહેલાં એક કાગળ પર પંક્તિમાં પોતે આગળ કયા શહેરમાં જશે તે લખીને કાગળ છોડતા જાય છે. આ સમય દરમિયાન જો કોઇ વ્યક્તિ તેમને ઓળખી લે છે તો તે વ્યક્તિને આમીરખાન વિમાન દ્વારા પોતાના ઘરે ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં બોલાવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર નજીક આવેલા ડાંગીયા ગામની લોકનિકેતન વિનય મંદિરમાં ગુરુવારે બપોરે ૧૨-૦૦ વાગ્યાના સુમારે અચાનક કાળુ ટી શર્ટ, જીન્સ પેન્ટ અને શુઝમાં સજજ થઇને આવી પહોંચ્યા હતા. જો કે એકાએક આવી પહોંચેલા આમીરખાનને શાળામાં કોઇ ઓળખી શક્યુ ન હતું. જેથી આચાર્યને પોતાની ઓળખાણ આપી સંસ્થા વિશે માહિતી મેળવી હતી. તેમજ શાળાના ઉદ્દેશો જાણ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા આમીરખાનને ધોરણ ૭થી ૧૦ના વિદ્યાર્થીઓને મળવા માટે લઇ ગયા હતા. જ્યાં બાળકો સાથે ગપસપ કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓને ગીત પણ ગવરાવ્યું હતું. તેમજ આમીરખાનનો ફોટો હંમેશા પોતાની સાથે રાખતા એક વિદ્યાર્થીને ગળે લગાવી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરીને દેશ માટે કામ કરવાની શીખ આપી હતી. તેઓ બાળકો સાથે ક્રિકેટ પણ રમ્યા હતા. અંતમાં એક વિદ્યાર્થીની સાથે તેના ટીફીનમાં ભોજન લીધુ હતું.

aamir2_310આમીરખાને પોતાની મુલાકાત દરમિયાન શાળાને બે ક્રિકેટના બેટ, દડા અને બે ફૂટબોલ અર્પણ કર્યા હતા અને ૨ વાગ્યાની આસપાસ તે ત્યાંથી નીકળી ગયા હતા. આમ, અંદાજે ર કલાકના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ સાથે રહીને આમીરખાન એકાએક ત્યાંથી ગાયબ થઇ ગયા હતા. જો કે તે ત્યાંથી કયાં ગયા તેની કોઇને જાણ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, અલ્ટનેટ રીયાલીટી ગેમ કાર્યક્રમ અંતર્ગત આમીરખાન કુલ ૭ શહેરોમાં જવાના છે. જયાં તે અલગ-અલગ વેશ પલટો કરીને ફરશે. અત્યાર સુધી તેઓ ૫ શહેરોમાં જઇ આવ્યા છે. જેમાં વારાણસીમાં વૃદ્ધનો વેશ ધારણ કરીને ફર્યા બાદ કરીનાકપૂર સાથે મધ્યપ્રદેશના ચંદેરી જિલ્લાના પ્રાનપુર ગામમાં એક હેન્ડલુમ કારીગરના ત્યાં રાત્રી રોકાણ કરીને ભોજન લીધું હતું અને સાડીમાં ભરત ભરવાની કામગીરી શીખ્યા હતા. છેલ્લે કલકત્તા શહેરમાં ફર્યા હતા. જયાં સૌરવ ગાંગુલીના ત્યાં ગયા હતા. જયાં વોચમેને તેમને પ્રવેશ નહતો આપ્યો. બાદમાં સૌરવ ગાંગુલીને બોલાવીને તેના ઘરે ગયા હતા.

આમીરખાને પાલનપુર આવતા પહેલા સૌરવ ગાંગુલીના ત્યાં એક કાગળ છોડ્યું હતું. જેમાં લખ્યું હતું કે,

કૈસી હૈ યહ ભૂલ ભુલૈયા,
સાત દરવાજે ઇસ શહર મેં ભૈયા,
કિસસેં જાઉં, કેસે જાઉં,
ડરતા હું કહિઁ ખો ન જાઉં,
ફુલો કે ઇસ શહર મેં,
કયોં ન થોડા વકત બિતાઉ,

જો કે તેને પાલનપુર છોડતા પહેલા ડાંગીયા ગામના લોકનિકેતન વિનય મંદિર શાળામાં એક કાગળ છોડ્યું હતું. જેમાં લખ્યું હતું કે,

લૈલા કી બર્થડે મેં જાઉં,
યા ફરીદ કી શાદી મેં ગાઉં,
કોટ પહન કે મેં ઇતરાઉ,
યા શેરવાની મેં સજ જાઉં,

આમ, આ કાગળના લખાણ પરથી હવે લોકો શોધે છે કે, આમીરખાન હવે કયા શહેરમાં હશે.

aamir1_310આમીરે મુંબઇ આવવાનું આમંત્રણ આપ્યું

પાલનપુર નજીકના ડાંગીયા ગામની લોકનિકેતન વિનયમંદિર શાળામાં આવેલા આમીરખાને કેટલાક લોકોને પોતાના ઘેર આગામી ૨૩ ડિસેમ્બરના રોજ આયોજીત પાર્ટીમાં પધારવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું. તેમજ તેમને હવાઇ માર્ગે આવવા જવાનો તમામ ખર્ચ પણ આમીરે આપવાનું જણાવ્યું હતું. જેમાં ભરતસિંહ રાજપૂત (આચાર્ય), વિષ્ણુભાઇ પટેલ (શિક્ષક), કરશનભાઇ પ્રજાપતિ(પટાવાળા) તથા તેમનો પુત્ર માધાભાઇ પ્રજાપતિને આમંત્રણ આપ્યું હતું.

ભરતસિંહ રાજપુત (આચાર્ય, લોકનિકેતન વિનય મંદિર, ડાંગીયા)

શાળામાં ૧૩ ડિસેમ્બરના રોજ મુંબઇથી એક ફોન આવ્યો હતો. જેમાં સામેના વ્યક્તિએ કહ્યું હતું કે, ‘અમારી એક ટીમ આવતા ૪-૫ દિવસમાં આપની શાળાની મુલાકાત લેશે. પરંતુ કોણ આવશે, કેટલા આવશે કે શા માટે આવશે તેવી કોઇ જાણકારી આપી ન હતી. માટે અમે કંઇ ખાસ નોંધ નહતી લીધી. પરંતુ ગુરુવારના રોજ આમીરખાન સાથે આવેલી ટીમના સભ્યોએ અમને જાણ કરી કે ફોન અમે લોકોએ જ કર્યો હતો.’

મકબુલખાન અબ્બાસખાન ચૌહાણ (વિદ્યાર્થી, ધોરણ-૯)

આમીરખાન જયારે અમારા વર્ગમાં આવ્યા ત્યારે મેં તેમને મારી પાસે રહેલો તેમનો ફોટો બતાવ્યો હતો. જે દેખીને તેઓ ખુશ થઇ ગયા હતા અને મને ગળે લગાડીને કીસ કરી હતી. આ ફોટો હું હંમેશા મારી સાથે જ રાખું છું.

ક્રિષ્ણાબેન દલપતભાઇ પ્રજાપતિ (વિદ્યાર્થીની, ધોરણ-૯)

આમીરખાને મને ગુજરાતી ગીત ગાવાનું કહ્યું હતું જેમાં મેં તેમને ‘વનમાં બાંધી ઝુંપડી’ ગીત સંભળાવ્યું હતું. ત્યારબાદ તેમને આ ગીત વિશે વિસ્તૃતમાં માહીતી મેળવી હતી.

વિષ્ણુભાઇ બી. પટેલ (સહ શિક્ષક, લોકનિકેતન વિનય મંદિર, ડાંગીયા)

આમીરખાને મને પુછયુ હતુંકે તમે કેટલા વર્ષથી શિક્ષક છો અને કયો વિષય ભણાવો છે. ત્યાર બાદ કહ્યું હતું કે તમે ઘણા વર્ષોથી શિક્ષકરૂપે સમાજની સેવા કરો છો તો હું તમને સોનાની વીંટી ભેટમાં આપું છું. જેથી તમે દરરોજ મને યાદ કરો.

aamir_khan_gujarat_310_01

Dantiwada in Divya bhaskar

કોલસા કૌભાંડનો પર્દાફાશ

Bhaskar News, Dantiwada

અંદાજે ૧૫૦ હેકટરમાંથી ૫૦૦૦ થી વધુ વૃક્ષો કપાયાં:એક મહિનાથી કોલસા પાડવાનું ચાલતું હતું: દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.ગોસાઇ તથા રાઉન્ડ ફોરેસ્ટનો સ્ટાફ પણ શંકાના દાયરામાં



બનાસકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા વાવધરામાં આવેલા જંગલ વિસ્તારમાં અગાઉ મળેલી બાતમીના આધારે રેડ પાડતા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને તેમાંથી કોલસા બનાવવાનું કૌભાંડ ઝડપાઇ ગયું હતું. આ અંગે સબ જિલ્લા ફોરેસ્ટ ઓફિસર સી.પી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના વાવધરા અને ખારા ગામની આસપાસમાં આવેલા ૭૮૩ હેકટર જંગલ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી રાજસ્થાનથી આવેલા મજૂરો દ્વારા બાવળ અને અન્ય વૃક્ષોને કાપીને તેમાંથી કોલસા બનાવવાનું કૌભાંડ આચરવામાં આવતું હતું.



જેની જાણ જિલ્લા વન વિભાગને થતાં જિલ્લા વન વિભાગના અધિકારીઓની એક ટીમ શુક્રવારે જંગલ વિસ્તારમાં ત્રાટકી હતી. જો કે આ ટીમના સભ્યો આરોપીઓને ઝડપે તે પહેલા તે નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. દરમિયાન જંગલના જુદા વિસ્તારમાં તપાસ કરતાં અંદાજે ૧૫૦ હેકટર જમીનમાંથી ૫ હજારથી વધુ વૃક્ષો કાપીને કોલસા બનાવ્યા હોવાનું બહાર આવવા પામ્યું છે તેમજ ૬૮ બોરી કોલસા, ૬૦ ભઠ્ઠી અને ૨૦૦૦ કવીન્ટલ લાકડું ઝડપાયું છે.



જે તપાસ હજુ પણ ચાલુ છે. આ કૌભાંડની શંકામાં દાંતીવાડા રેંજ ફોરેસ્ટ ઓફિસર એસ.એન.ગોસાઇ તથા રાઉન્ડ ફોરેસ્ટનો સમગ્ર સ્ટાફ હોવાથી તેમની પૂછતાછ કરાશે.’શુક્રવારની સાંજથી ચાલી રહેલા કૌભાંડની તપાસમાં જિલ્લા વન અધિકારી વાય.એલ.વર્મા, સબ જિલ્લા વન અધિકારી સી.પી.પ્રજાપતિ, સી.એમ.ચૌધરી, કે.એ.દેસાઇ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર આર.એચ.ગઢવી, કે. એન. પ્રજાપતિ, બી.કે.ગોળ તથા જિલ્લા જિલ્લા વન વિભાગનો સ્ટાફ જોડાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



ઓફિસ સીલ કરાઇ



દાંતીવાડા ના વાવધરા જંગલ વિસ્તારમાંથી ઝડપાયેલા ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપીને કોલસા બનાવવાના કૌભાંડના પગલે દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસમાં રહેલા કોઇ રેકર્ડ સાથે ચેડા ન થાય તે માટે ઓફિસને સીલ મારવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું


કોલસા કૌભાંડમાં તપાસની માંગ

Bhaskar News, Dantivada

યોગ્ય તપાસ ન કરાય તો દાંતીવાડા તાલુકા કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી



દાંતીવાડા તાલુકામાં આવેલા વાવધરા જંગલ વિસ્તારમાંથી જિલ્લા વનવિભાગ દ્વારા ઝડપાયેલા કોલસા કૌભાંડમાં વનવિભાગના એસીએફ દ્વારા અત્યારે તપાસ થઇ રહી છે. ત્યારે દાંતીવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોગ્ય તપાસની માંગણી કરવામાં આવી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



વાવધરા જંગલમાં પથરાયેલા જંગલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે વૃક્ષોનું કટિંગ કરી તેમાંથી કોલસા પાડવાનું કૌભાંડ બહાર આવતા આ કૌભાંડ સમગ્ર જિલ્લામાં ચકચારી બની ગયું છે. ત્યારે સમગ્ર કોલસા કૌભાંડમાં કેટલાક વનવિભાગના કર્મચારીઓની નિષ્કાળજી હોવાનું વનવિભાગના અધિકારીએ પણ સ્વીકાર્યા બાદ સંડોવણી પણ છે કે કેમ ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ વન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

વાવધરાના જંગલમાંથી કોલસા પાડવાની ૪૫થી વધુ ભઠ્ઠીઓ જિલ્લાના વનવિભાગની ઓચિંતી તપાસ દરમિયાન મળી આવતા આ કૌભાંડમાં વનવિભાગના કર્મીઓની સંડોવણી હોવાની આશંકાઓ બળવત્તર બની રહી છે. ત્યારે સમગ્ર કૌભાંડની તપાસ ધીમીગતિએ તેમજ યોગ્ય રીતે ન થતા હોવાનો આક્ષેપ દાંતીવાડા કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખે કર્યો છે. તેઓએ કોલસા કૌભાંડમાં કેટલાક વનવિભાગના કર્મીઓ સંડોવાયા હોવાની આશંકા વ્યકત કરીને સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ કરવી જોઇએ તેમ જણાવ્યું છે.



તો અમે આંદોલન કરીશું...
વાવધરાના જંગલમાંથી ઝડપાયેલું કોલસા પાડવાનું કૌભાંડ જિલ્લામાં સૌથી મોટુ છે. પરંતુ તેની તપાસ ગોકળગતિએ ચાલી રહી છે. ત્યારે સાચી દિશામાં તટસ્થ તપાસ કરીને તપાસ કરતાં અધિકારીના અહેવાલના આધારે તંત્રએ જવાબદારો સામે પગલાં લેવા જોઇએ. તેમ નહીં કરાય તો અમે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરીશું.
નવીનભાઇ ઠક્કર, (પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિ, દાંતીવાડા)

Press matter in Divya bhaskar from Dantiwada

દાંતીવાડાના શિકરિયામાં હડકાયા કૂતરાએ ૧૨ને બચકાંભયાઁ

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકામાં આવેલા શીકરિયા ગામમાં ગુરુવારના રોજ એક રખડતું કુતરૂ હડકાયું થતાં ગામમાં લોકોને કરડવાનું શરૂ કર્યું હતું. જેમાં શનિવાર સુધીમાં આ કુતરાએ શીકરિયા, નાંદોત્રા ઠાકોરવાસ તેમજ આજુબાજુના ખેતર પરના સાકરબેન હરીભાઇ દલીત, હકાબેન રમેશભાઇ દલીત, રમેશભાઇ, કાંતીભાઇ સોમાજી માળી સહિત ૧૨ જેટલા લોકોને બચકાભયૉ હતા. જેના કારણે ગામમાં ભાગદોડ મચી જવા પામી હતી. જો કે શીકરિયા ગામના કેટલાક લોકોએ આ કુતરાને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ, તે પકડાયું નથી. જેના કારણે હજુ પણ ગામના લોકોમાં ભય ફેલાયો છે. જે વ્યક્તિઓને હડકાયું કુતરૂ કરડયું હતું. તે પૈકી પાંચ વ્યક્તિએ જેગોલ પ્રા. આ. કેન્દ્રમાં સારવાર લીધી હતી.

ગૌ ગ્રામયાત્રાના સ્વાગતની તૈયારી


ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

હરિયાણાના કુરૂક્ષેત્ર ખાતેથી પ્રારંભ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા આગામી રર ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લામાં પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ સાથે પધારી રહી છે. જેને આવકારવા માટે સમગ્ર જિલ્લામાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.

સમગ્ર દેશમાં સંતો મહંતોની આગેવાનીમાં ગઇ વજિયાદશમીના દિવસે કુરૂક્ષેત્ર ખાતેથી ગૌ ગ્રામ અને સજીવ ખેતીને લક્ષ્યમાં રાખીને તેમજ ગાયનેઁ રાિષ્ટ્રય પ્રાણી જાહેર કરવા માટે થઇને ૫૦ કરોડ હસ્તાક્ષર કરાવવાના સંકલ્પ સાથે શરૂ થયેલી વશિ્ર્વમંગલ ગૌ ગ્રામ યાત્રા છેલ્લા ૮૩ દિવસમાં ભારતના ૮૦ થી વધુ શહેરોમાં ભ્રમણ કરીને આગામી રર ડિસેમ્બરના રોજ પાટણથી ડીસા ખાતે પ્રવેશ કરશે. ત્યારબાદ આ યાત્રા ડીસાથી પાલનપુર, અમીરગઢ થઇને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન પ.પૂજય શંકરાચાર્ય શ્રી રાઘવેશ્ર્વર ભારતી સ્વામીજી મહારાજ અને અન્ય સંતો મહંતોની ઉપસ્થિતીમાં ડીસા અને પાલનપુર ખાતે વિરાટ જાહેર સભા યોજાનાર છે. આ મુખ્ય યાત્રા કુલ ૧૦૮ દિવસમાં ર૦ હજાર કી.મી. પરીભ્રમણ કરીને દેશના રપ૦ થી પણ વધુ શહેરોમાં વિરાટ જાહેર સભાઓ તેમજ સંપર્ક કરશે.



ગાયને માતાનો દરજો આપનાર દેશમાં શરમજનક હાલત

જેમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે એ ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજજો આપવામાં આવ્યો છે. પરંતુ આ દેશમાં ‘માતા’ની સ્થિતી શરમજનક છે. ગાય અપમાનીત દશામાં જીવી રહી છે અને મરી રહી છે. જેના કેટલાક પુરાવા અહીં છે. જેમાં ભારતમાં ૪૦૦૦ ગૌ શાળાઓ, ૩૬૦૦૦ કતલખાના, આઝાદી બાદ ૮૦ ટકા ગૌ વંશ નષ્ટ થયો.,ભારત-બાંગ્લાદેશ સરહદ પર ૧૫૦ અબજ રૂપિયાના પશુધનની ચોરી થઇ રહી છે.,૮૦ ગૌ વંશની જાતી ધરાવતા દેશમાં આજે માત્ર ૩૩ જાતીઓજ બચી છે.,ગૌ વંશની ર૦ જાતીઓ નામશેષ થઇ.,ભારતમાં ગાયના ચામડાનો નિકાસ ૬.૫ હજાર કરોડ રૂપિયાનો વેપાર.૧૯૫૧માં એક હજાર માણસે ૮૦૦ પશુઓ હતા.જયારે આજે માત્ર ૪૦૦.

પાંથાવાડામાં લોકદરબારમાં દબાણનો મુદ્દો ચમકયો

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

તાલુકાના પાંથાવાડામાં સોમવારે સવારે જિલ્લા પોલીસવડા હરિકૃષ્ણ પટેલના અધ્યક્ષ સ્થાને લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોકોએ પાંથાવાડા બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલય બનાવવા, ગામમાં થયેલા બિનઅધિકૃત દબાણો દૂર કરવાની રજુઆત કરી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે, ‘બસ સ્ટેન્ડ વિસ્તારમાં શૌચાલય બનશે અને તેની સામે આવતા તમામ અવરોધો દૂર કરાશે. લોકદરબાર કાર્યક્રમમાં માજી સરપંચ રમેશભાઇ ઘાડીયા, ડેલીગેટ હંસાજી ગોવલાણી, ડેપ્યુટી સરપંચ નારણસિંહ દેવડા, હંજારીમલ મેવાડા, મણીલાલ ત્રિવેદી, ભરતભાઇ ત્રિવેદી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે પુરવઠા તંત્રના દરોડા

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્રની ટીમે સોમવારે મોડી સાંજે દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે ઓચિંતો દરોડો પાડી લાખો રૂપિયાનો બિનઅધિકૃત રાયડાનો જથ્થો ઝડપી લેતાં ભારે અફડા-તફડી મચી ગઇ હતી. જેની મોડી રાત્રિ સુધી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા પુરવઠા તંત્ર ઇન્સ્પેકટર એન.એચ. પરમારે જણાવ્યું હતું કે, ‘દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે એક શખ્સને ત્યાં બિનઅધિકૃત રાયડો હોવાની બાતમી મળતાં ઇન્સ્પેકટર એન.સી. રાજગોર અને એચ.એન. પરમાર સ્ટાફ સાથે ઓચિંતી તપાસ કરી હતી. જે દરમિયાન અંદાજે રૂ. ૧,૯૦,૦૦૦ ની કિંમતની ૪૦૦ થી પણ વધુ બોરી બિનહિસાબી રાયડાનો જથ્થો ઝડપાઇ જવા પામ્યો હતો. જેની તપાસ સોમવારે મોડી રાત્રી સુધી હાથ ધરવામાં આવી છે. જો કે આ અંગે ઇસમે જણાવ્યું હતું કે, ‘આ જથ્થો અમે છ ભાઇઓએ પોતાના ખેતરમાં ગયા વર્ષે વાવ્યો હતો. ગયા વર્ષે સારો ભાવ ન હોવાના કારણે અમે આ જથ્થો સંગ્રહી રાખ્યો હતો.’

બઢતી મુદ્દે કર્મીઓ ઉપવાસ પર

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને યુનિ. ના સતાધીશો દ્વારા ખેતીવાડી અધિકારીમાંથી મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતી ન અપાતા સોમવારથી પ્રતીક ઉપવાસ યોજી આંદોલન શરૂ કર્યું છે. જેમાં સત્તાધીશો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આમરણાંત ઉપવાસ ઉપર જવાની કર્મચારીઓ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

દાંતીવાડાની સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે ખેતીવાડી અધિકારી તરીકે છેલ્લા ૨૦ વર્ષથી ફરજ બજાવતા ૫૫ થી વધુ કર્મચારીઓને રાજય સરકારના નીતિ નિયમ મુજબ મદદનીશ પ્રાધ્યાપક તથા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે બઢતી ન અપાતા આ કર્મચારીઓ તા. ૧૦ થી ૧૩ ડિસેમ્બર સુધી કાળી પટ્ટી ધારણ કરી કામથી અળગા રહી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. તેમ છતાં પણ યુનિ. તંત્ર દ્વારા કોઇ નિર્ણય ન લેવાતા સોમવારથી પ્રતીક ઉપવાસ શરૂ કયૉ હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા ૪ યુનિ. અલગ કરવામાં આવી. ત્યારે આ કૃષિ યુનિ. માં ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને મદદનીશ પ્રાધ્યાપક સંવર્ગમાં બઢતી આપવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેનો અમલ કરીને જુનાગઢ, આણંદ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ખેતીવાડી અધિકારીઓમાંથી માત્ર ૧૫ અધિકારીઓને જ મદદનીશ પ્રાધ્યાપક તરીકે બઢતી આપવામાં આવી છે. જયારે બાકીના કર્મચારીઓને કોઇ કારણોસર આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. જો કૃષિ યુનિ. દ્વારા આ કર્મચારીઓને પણ રાજય સરકારના ઠરાવનો લાભ આપીને બઢતી આપવામાં આવે, તો કર્મચારીઓનો ૨૦ વર્ષનો સંશોધન, શિક્ષણ તથા વિસ્તરણનો અનુભવ બાકીના કર્મચારીઓને પણ મળી રહેશે. આ ૫૫ કર્મચારીઓ હાલમાં વેતન તો મદદનીશ પ્રાધ્યાપક કક્ષાનું જ મેળવતા હોઇ રાજય સરકારની તજિોરી પર પણ વધુ કોઇ નાણાંકીય બોજો પડવાનો નથી માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સત્તાધશિોએ આ કર્મચારીઓને તેમના લાભ આપવા જોઇએ. આ અંગે ખેતીવાડી અધિકારી મંડળના કન્વીનર જશવંતભાઇ પટેલે જણાવ્યું હતું કે, જો કૃષિ યુનિવર્સિટીના સત્તાધશિો દ્વારા ૨૧ ડિસેમ્બર પહેલાં કોઇ યોગ્ય નિર્ણય નહીં આવે, તો અમે આમરણાંત ઉપવાસ પર જઇશું. તેમજ અમારા આ આંદોલનને કૃષિ યુનિવર્સિટીના તમામ મંડળોએ સમર્થન જાહેર કરેલ છે.

દાંતીવાડામાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રીથી ફફડાટ


ભાસ્કર ન્યૂઝ .દાંતીવાડા

બનાસકાંઠા જિલ્લામાં સ્વાઇન ફ્લૂના પગલે બે વ્યક્તિઓના મોત નપિજયા છે. ત્યારે શિયાળાની ઋતુમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ વધી રહ્યો છે. દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિ.માં અભ્યાસ કરતી એક યુવતીને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂ થયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે યુવતીને સમયસર સારવાર મળતાં તે ભયમુકત હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિ. માં અભ્યાસ કરતી એક યુવતી છેલ્લા ઘણા સમયથી બીમાર રહેતા, તેનું મેડીકલ ચેક-અપ કરવામાં આવ્યું હતું. જેમાં તેને સ્વાઇન ફ્લૂ પોઝીટીવ આવતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે સમયસર સારવાર મળતાં યુવતીની તબિયતમાં સુધારો થયો હતો.

આ તેમ છતાં પણ તબીબો દ્વારા ભવિષ્યમાં ન થાય તે માટે જરૂરી સારવાર આપવામાં આવી હતી.

જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ સ્વાઇન ફ્લૂ થયેલ યુવતીનું સ્વાસ્થ્ય સારૂ થઇ જતા તેને બુધવારના રોજ અમદાવાદ સિવિલમાંથી રજા આપવામાં આવી હતી. આ અંગે યુનિ. ના વિધ્યાર્થી હાદિgક વાઘેલાએ જણાવ્યું હતું કે, અત્યારે શરદી-ખાંસી થતી હોવાના કારણે સ્વાઇન ફ્લૂ હોવાની સતત િંચતા રહે છે.

જો તંત્ર દ્વારા આ અંગેની સાચી માહિતી આપવા માટે થઇને એક વિભાગ શરૂ કરાય તો સાચી બાબત ધ્યાનમાં આવે.



જોધપુરના સેમિનારમાં ચેપ લાગ્યો હોવાની સંભાવના

યુવતી તથા તેની સાથે અન્ય ત્રણ વિધ્યાર્થીઓ પણ જોધપુર મુકામે એક સેમીનારમાં ભાગ લેવા ગયા હતા. જેમાંથી પરત આવતા તે બીમાર પડી હતી. જો કે પાલનપુર સિવિલ દ્વારા અન્ય વિધ્યાર્થીઓની તબીબી તપાસ કરવામાં આવતા સ્વાઇન ફ્લૂ જણાયો ન હતો.



કોન્ફરન્સમાં જઇ આવતા કર્મીઓની તબીબી તપાસ જરૂરી

દાંતીવાડા કૃષિ યુનિ. ના ઘણા બધા ઓફિસરો, વૈજ્ઞાનિકો તેમજ વિધ્યાર્થીઓ અવાર-નવાર વિવિધ સેમીનાર અને કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અન્ય રાજયોમાં જતા હોય છે. માટે સ્વાઇન ફ્લૂ થવાની ભીતિ વધુ રહે છે. જેથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કૃષિ યુનિ. માં સ્વાઇન ફ્લૂ અંગેની માહિતી અને તબીબી તપાસ માટે થઇને અલાયદો વિભાગ શરૂ કરવાનું પણ લોકો જણાવી રહ્યા છે.

ગાયને બચાવવા દાંતીવાડામાં ‘મશિન એન્ટી પ્લાસ્ટીક’ શરૂ


ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા કોલોની અને આસપાસના વિસ્તારોમાં ફરતી ગાયોના પેટમાં ખુબ મોટા પ્રમાણમાં આ પ્રકારના પ્લાસ્ટીક જવાના કારણે કેટલીક ગાયોના મોત પણ નપિજયા છે. જેથી એનીમલ વેલ્ફેર ફાઉન્ડેશન, બનાસકાંઠા અને ભાઇ-ભાઇ ગ્રુપના સંયુકત ઉપક્રમે જીવદયા પ્રેમીઓ દ્વારા આવી રખડતી ગાયોને બચાવવા માટે થઇને ‘મીશન એન્ટી પ્લાસ્ટીક’ શરૂ કરાયું છે. જેમાં આવી ગાયોના ઓપરેશન કરીને તેના પેટમાંથી પ્લાસ્ટીક બહાર કાઢવામાં આવે છે.