Tuesday, January 19, 2010

દાંતીવાડા વેટરનરી કોલેજમાં રાિષ્ટ્રય સેમિનાર યોજાયો

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા ખાતે આવેલી ગુજરાત રાજયની બીજા ક્રમાંકની વેટરનરી કોલેજના ર૯મા સ્થાપના દિનની ઉજવણી સોમવારે કરાઇ હતી. જેમાં પશુઓમાં થતાં જનીન રોગો તથા દવાની આડ અસર વિષય પર રાિષ્ટ્રય સેમિનાર યોજાયો હતો. આ ઉપરાંત વેટરનરી પૂર્વવિધ્યાર્થી મંડળનું સંમેલન યોજાયું હતું. જેમાં ૪૦૦ થી વધુ પશુઓના ડોકટર ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પશુપાલન નિયામક, ડો. કાછીયા પટેલ, ડો.એમ. શીંગાટગેરી, કુલપતી ડો.આર.સી.મહેશ્ર્વરી, કુલ સચિવ ડો.એચ.એન.ખેર, નિયામક વિધ્યાર્થી કલ્યાણ પ્રવૃતિ ડો.વિરસીંગ રાઠોર સહિત વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી ગુજરાતની બીજા ક્રમાંકની દાંતીવાડા વેટરનરી કોલેજે દેશને ૯૦૦ જેટલા પશુઓના ડોકટર આપ્યા છે. જેમાં ૨૦૦૯ સુધીમાં સ્નાતક કક્ષાના ૭૧૯, અનુ સ્નાતક કક્ષાના ૨૦૮ અને પી.એચ.ડીના ૭ જેટલા પશુ ડોકટર આપ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



ચેપી ગર્ભપાતનો ચેકઅપ કેમ્પ યોજાયો

દાંતીવાડામાં સોમવારે પૂર્વ વિધ્યાર્થીઓનું ચેપી ગર્ભપાતના ચેપનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં પશુઓના ડોકટરોને પશુઓમાં થતા ચેપી ગર્ભપાત (ભુસેલોસીસ) ની સારવાર દરમિયાન ઘણીવાર આ રોગના લક્ષણો ડોકટરોને પણ લાગી જતા હોય છે. જેમાં ડોકટરોને તાવ, માથુ દુ:ખવું, પગ દુ:ખવાની તકલીફ થાય છે. તેમજ તેની સમયસર સારવાર ન કરાવતા પુરૂષમાં નપુસંક થવાની તથા સ્ત્રીમાં ગર્ભપાત થવાનીચ સંભાવના રહે છે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.



સ્થાપના દિનની ઊજવણી

દાંતીવાડા કૃષિ યુનિ. ખાતે સોમવારે વેટરનરી કોલેજના ૨૯મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે રાિષ્ટ્રય સેમિનાર યોજાયો હતો.
-પ્રશાંત જોષી

Monday, January 18, 2010

દાંતીવાડામાં વિવિધ યોજનામાં ફોર્મ ભરવા લોકો ઊમટયાં

ભાસ્કર ન્યૂઝ. દાંતીવાડા

દાંતીવાડા તાલુકામાં કલેકટર દ્વારા ૧૨ ગામોના ગામતળ મંજુર કરાયા બાદ,આ જમીનમાં પોતાના આવાસ બનાવવા માટે થઇને ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયતમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

દાંતીવાડા તાલુકામાં રહેતા અંદાજે ર૦૦૦ લોકોને આવાસના તથા અન્ય લાભ આપવા માટે તાલુકા પંચાયત દ્વારા લાભાર્થીઓને ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.આ અંગે તાલુકા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું કે‘ કેન્દ્ર સરકારની અને રાજય સરકારની વિવિધ ૮૯ જેટલી યોજનાઓ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં રર૧૪૪ ફોર્મનું વિતરણ કરાયું છે. અને ૧૨૬૭૯ ફોર્મ પરત મળી ગયા છે. સૌથી વધુ ૩૯૨૮ જેટલા ફોર્મ કિસાન ક્રેડીટ યોજનામાં ભરાયા છે.

લાભ લેવા કતાર

દાંતીવાડા તાલુકામાં વિવિધ યોજના માટે લાભાર્થીઓ ફોર્મ ભરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
-પ્રશાંત જોષી